Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પઠાનકોટ એર બેઝ અટેકમાંથી કોઇ બોધપાઠ લેવામાં નથી આવ્યો, લશ્કરી મથકો બની ગયાં છે ઇઝી ટાર્ગેટ

કાશ્મીરમાં ડઝનેક આતંકવાદી હુમલામાં ૪૦ જેટલા સૈનિકો શહીદ થઇ ચૂકયા છેઃ ૩૦૦૦ લશ્કરી છાવણી : છે દેશમાં: ૧૪૮૭ કરોડ સિકયોરિટી માટે ફાળવવામાં આવ્યા છે

નવી દિલ્હી તા.૧૨: લશ્કરી મથકો અને કેમ્પ્સ પર આતંકવાદી હુમલાથી દેશના સિકયોરિટી એસ્ટેબ્લિશમેન્ટ્સની સલામતી બાબતે સરકાર સાવચેતીના પાઠ નથી ભણતી. ૨૦૧૪થી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવેલા ડઝનેક આતંકવાદી હુમલામાં ૪૦ જેટલા સૈનિકો શહીદ થઇ ચૂકયા છે અને સેંકડો ઘાયલ થયા છે.

સુંજવાનની લશ્કરી છાવણી પર હુમલો સલામતી દળોના મથકો અને લશ્કરી છાવણીઓ આતંકવાદીઓ માટે કેટલા ઇઝી ટાર્ગેટ છે એ સ્પષ્ટ કરે છે. આ પરિસ્થિતિ માટે સિકયોરિટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સનો અભાવ, નિયમિત સિકયોરિટી ઇન્સ્પેકશન્સનો અભાવ તથા ઇન્ટેજિન્સ એન્ડ સિકયોરિટી એજન્સીઝ વચ્ચે કો-ઓર્ડિનેશનનો અભાવ જવાબદાર છે.

સુંજવાન આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલામાં કારણરૂપ ભૂલ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરી નિયુકત કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ હકીકત એવી છે કે લશ્કરની ત્રણેય શાખાઓની ઉચ્ચ સ્તરીય સમિતિએ જે ભલામણો કરી હતી એ ભલામણોનો અમલ કરવામાં નથી આવ્યો.

૨૦૧૬ના જાન્યુઆરી મહિનામાં પઠાનકોટ એરબેઝ પર હુમલામાં સલામતી દળોના સાત જવાનોના મૃત્યુ પછી ભૂતપૂર્વ ડેપ્યુટી આર્મી ચીફ લેફટનન્ટ જનરલ ફિલિપ કેમ્પોઝ (રિટાયર્ડ)ના નેતૃત્ય હેઠળની સમિતિએ અનેક મહત્વપૂર્ણ ભલામણો કરી હતી. એ ભલામણો હજી પણ અભેરાઇ પર રાખી મૂકવામાં આવી છે. એ સમિતિએ દેશમાં મોટા ભાગના લશ્કરી મથકો પર સલામતીની વ્યવસ્થાઓમાં ખામીઓ દર્શાવી હતી. સમિતિએ આધુનિક એકસેસ કન્ટ્રોલ સિસ્ટમ, ઘૂસણખોરીની જાણકારી મેળવવાની સિસ્ટમ, ઇન્ટેલિજન્સ અને સિકયોરિટી મેકેનિઝમ્સ વચ્ચે બહેતર, સમન્વય, લશ્કર અને સલામતી દળોના મથકો-ઓફિસો ખાતે તહેનાત સિકોયોરિટી સ્ટાફ માટે નવા અને આધુનિક હથિયારો, બુલેટપ્રૂફ જેકેટ્સ અને નાઇટ વિઝન ઇકિવપમન્ટ્સ ઉપલબ્ધ કરાવવાની ભલામણો કરી હતી.(૧.૨)

કાશ્મીરોઓની કૂચને પોલીસે આગળ વધવા ન દીધી

જમ્મુ-કાશ્મીર વિબરેશન ફ્રન્ટ (JKLF)ના સ્થાપક મકબલ ભટની ગઇ કાલે ૩૪મી ડેથ એનિવર્સરી હતી. એ અવસરે શ્રીનગરમાં હુર્રિયત કોન્ફરન્સ અને થ્ધ્ન્જએ સંયુકત રીતે યુનાઇટેડ નેશન્સની ઓફિસ સુધી કૂય કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસે તેમને સફળ નહોતા થવા દીધા. કોઇ અનિચ્છનીય ઘટના ન બનેએ માટે આખા શ્રીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

સતત ચોથા દિવસે યુદ્ધબંધીનો ભંગ

જમ્મુ-કાશ્મીર ગઇ કાલે સતત ચોથા દિવસે પાકિસ્તાની આર્મીએ અંકુશરેખા નજીક રાજૌરી અને પૂંછ જિલ્લાના નાગરિકો પર તોપમારો અને ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની આર્મીએ અંદાજે અડધો ડઝન ગામો પર ગઇ કાલે સવારે અટેક કર્યો હતો. જોકે ગઇ કાલે કોઇ જાનહાનિ નોંધાઇ નથી. અંકુશરેખાનું રક્ષણ કરી રહેલા ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. અંકુશરેખાની બન્ને તરફથી લગભગ બપોરે બે વાગ્યે ગોળીબાર બંધ થયો હતો.

(10:25 am IST)