Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

નિયંત્રણોથી રેસ્ટોરન્ટ ઉદ્યોગને પડયા પર પાટુ

જો આવી જ સ્થિતિ રહી તો કામદારોની છુટ્ટી સહિતના નિર્ણયો લેવા પડશે : પહેલા ૮૦ ટકા આવક થતી'તી હવે માત્ર ૧૫ ટકા ટેક આવેનો ધંધો નથી

નવી દિલ્હી તા. ૧૨ : દેશભરમાં રેસ્ટોરા માલિકોને મુશ્કેલીઓ દેખાઇ રહી છે. કોરોનાના કારણે મુકાયેલ નવા પ્રતિબંધોએ બીજી લહેર પછી માંડ પાટે ચડેલી ગાડીને પાટા પરથી ઉતારી દીધી છે. મોટાભાગના રેસ્ટોરા માલિકોએ આ અનિશ્ચિતતાના કારણે વિસ્તરણ યોજનાઓ રોકી દીધી છે અને ધંધામાં ઘટાડાની ભરપાઇ માટે રાહતની માંગણી કરી છે. રેસ્ટોરા માલિકોનું કહેવું છે કે, જો પરિચાલનના કલાકો અને ક્ષમતાની વર્તમાન પ્રતિબંધો ચાલુ રહેશે તો તેમણે પોતાના કામદારોને કાઢવા જેવા અઘરા નિર્ણયો લેવા પડશે.

મહાનગરોના રેસ્ટોરા માલિકોએ કહ્યંુ કે, મહાનગરોમાં રેસ્ટોરા પહેલાથી જ સરકારી દિશાનિર્દેશો અનુસાર અડધી ક્ષમતાએ ચાલી રહ્યા હતા.

 દિલ્હી સરકાર તરફ સોમવારે જાહેર થયેલ વધારાના દિશાનિર્દેશોની તેમની મુશ્કેલી વધી છે જેમાં રેસ્ટોરાને રાત્રે ૧૦ વાગ્યે બંધ કરવાનું ફરજીયાત કરી દેવાયું છે.

રેસ્ટોરા માલિકોનું કહેવું છે કે, સરકારના આદેશોનો સીધો માર તેમને લાગી રહ્યો છે. આ ઉદ્યોગને લગભગ ત્રણ વર્ષથી નુકસાન સહન કરવું પડી રહ્યું છે. નવી દિલ્હીની ન્યુ ફ્રેન્ડઝ કોલોનીમાં પેબલ સ્ટ્રીટ કેફેના ડાયરેકટર આશિષ આહુજાએ કહ્યું કે, અમે બધા નિયમોનું પાલન કરીએ છીએ તેમ છતાં પણ અમારે જ માર ખાવો પડે છે. પેકીંગ અને ડીલીવરીનો હિસ્સો અત્યારે ધંધામાં બહુ મામુલી હિસ્સો છે.

આહુજા માટે કોરોના મહામારી બહુ જ પડકારરૂપ રહી છે. પહેલી લહેર દરમિયાન તેમણે કોનોટ પ્લેસ ખાતેનું એક આઉટલેટ બંધ કરવું પડયું હતું. તેમણે કહ્યું કે, આ આઉટલેટ બંધ થવાથી અમારો ધંધો ઓછો થઇ ગયો હતો. અમે ઓછા ખર્ચના મોડલ પર સંચાલન કરીએ છીએ પણ અમારા માટે પણ ખોટ ખાવાની એક લીમીટ છે.(૨૧.૫)

(11:23 am IST)