Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ઇન્સ્ટટન્ટ લોન આપતી 9 એપ પ્લેસ્ટોરમાંથી હટાવાઈ

ટલીક લોન આપનારી એપ દસ હજારથી ઓછી રકમની લોન માટે 2 હજાર જેવી ઊંચી પ્રોસેસિંગ ફી વસૂલતી

નવી દિલ્હી : ઝડપી (ઈન્સટન્ટ) લોન આપતી નવ એપને ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. ગૂગલે જણાવ્યુ હતુ કે આ એપ ગૂગલ પ્લે સ્ટોરના નિયમોનો ભંગ કરતી હતી. આમ પણ ભારતીય રિઝર્વ બેન્કે થોડા સમય પહેલા જ આવી ઓનલાઈન તુરંત લોન આપતી એપથી સાવધાન રહેવા જણાવ્યુ હતું. તુરંત લોન આપતી એપ બાદમાં ઉંચુ વ્યાજ વસૂલતી હોય છે.

 કેટલીક એપ લોન આપી દીધા પછી લોન લેનારને ધાક-ધમકી પણ આપતી હોવાની ફરિયાદો નોંધાઈ છે. ગૂગલના કહેવા પ્રમાણે કેટલીક લોન આપનારી એપ દસ હજારથી ઓછી રકમની લોન માટે 2 હજાર જેવી ઊંચી પ્રોસેસિંગ ફી વસૂલતી હતી. પ્લે સ્ટોરના વપરાશકારો આવા વિષચક્રમાં ન ફસાય એટલે પ્લ સ્ટોરની માલિક કંપની ગૂગલે આ નિર્ણય લીધો હતો. તો વળી અમુક એપ અઠવાડિયે 60 ટકા જેવો આસમાની વ્યાજ દર વસુલ કરતી હતી. એ રકમ ન ભરે એમની સાથે ગેરવર્તન કરવામાં આવતુ હોય છે.

દૂર કરાયેલી એપ્સમાં - 10MinuteLoan- Ex-Money- Extra Mudra- CashBean- Moneed- iCredit- CashKey- RupeeFly- RupeePlus છે

(11:28 am IST)