Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

આયુષ મંત્રી શ્રીપદ નાઇકની કારનો અકસ્માત, પત્ની અને પીએનાં મોત : કેન્દ્રીય મંત્રી ગંભીર ઇજાગ્રસ્ત

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને કેન્દ્રીય મંત્રીને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો

બેંગલુરૂ,તા. ૧૨: કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકની કારનો સોમવારે અકસ્માતમાં થયો છે. મળેલી જાણકારી પ્રમાણે કેન્દ્રીય મંત્રીની ગાડી ઉત્ત્।ર કન્નડના અંકોલામાં દૂર્દ્યટનાગ્રસ્ત થઈ હતી. કાર અકસ્માતમાં કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇકની પત્ની વિજયા નાઇકનું મોત થયું છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીના પર્સનલ આસિસ્ટન્ટનું પણ મોત થયું છે. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને કેન્દ્રીય મંત્રીને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. પીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે સાવંત એ સુનિશ્યિત કરે કે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇકનો ગોવામાં સારી રીતે સારવાર થઈ શકે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પણ આ સંબંધમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાતચીત કરી છે. જો જરૂર પડશે તો સારવાર માટે દિલ્હી પણ લઇ જવામાં આવી શકે છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેડિયુરપ્પાએ ટ્વિટ કર્યું કે કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક જે કારથી સફર કરી રહ્યા હતા તે ઉત્ત્।રી કન્નડમાં દૂર્દ્યટનાગ્રસ્ત થતા અને તેમના પત્નીના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. શ્રીમતી નાઇકને ભાવભીની શ્રદ્ઘાંજલિ પાઠવું છું અને શ્રીપદ નાઇક અને અન્ય ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.

(10:03 am IST)