Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અમેરિકાના નવનિયુક્ત વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસનો ફોટો વોગ મેગેઝીનના ફ્રન્ટ પેજ ઉપર : ફોટામાં વાઇસ પ્રેસિડેન્ટ પદની ગરિમા નથી જળવાઈ : સોશિઅલ મીડિયામાં કોમેન્ટનો ધોધ

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનો ફોટો તેમના વોગ નામક મેગેઝીનમાં ફ્રન્ટ પેજ ઉપર પ્રસારિત થયો છે.

જોકે તેમના આ ફોટા વિરુદ્ધ સોશિઅલ મીડિયામાં કોમેન્ટનો ધોધ શરૂ થઇ જવા પામ્યો છે.જે મુજબ ફોટામાં તેમના વાઇસ પ્રેસિડન્ટ પદની ગરિમા જળવાઈ નથી.

આલોચકોનાં મત મુજબ મેગેઝીનમાં છપાનારો ફોટો છેલ્લી ઘડીએ બદલાઈ ગયેલો જણાય છે.તેમાં સુશ્રી કમલાને તેઓ પ્રચાર કરતા હતા તે વખતના ડ્રેસમાં બતાવાયા છે.તેમના બૂટનો કલર પણ બદલાઈ ગયો છે.તેમજ તેઓનો વાન પણ ઉજળો કરી દેવાયો છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:31 pm IST)