Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ઇરાનના કમાન્ડરે આખરે પ્રાયશ્‍ચિત કર્યુ વિમાનને તોડી પાડવાની જવાબદારી સ્‍વીકારી ભારે અફસોસ વ્‍યકત કર્યો

તેહરાન એરપોર્ટ પર ક્રેશ થયેલા યુક્રેનના વિમાનની જવાબદારી ઇરાને લીધી છે. ઇરાને સ્વીકાર કર્યો છે કે માનવીય ચૂકના કારણે યુક્રેનનનું વિમાન ઇરાની મિસાઇલની ચપટમાં આવી ગયું અને ઘટનાનું શિકાર થયું છે. ઇરાને રેવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર જનરલ આમિર અલી હાજીજાદેહે આ ઘટનાની જવાબદારી લેતા કહ્યું કે 176 લોકોની ખબર સાંભળતા મને લાગે છે કે મારે જ મરી જવું જોઇએ.

ઇરાનના મોટા નેતા આયતુલ્લા ખામનેઇએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. અને ગુનેગારોને કડક સજા આપવાની વાત કહી છે. ઇરાન તરફથી ભૂલ સ્વીકાર્યા બાદ યુક્રેનનો ગુસ્સો વધી ગયો છે. યુક્રેનના વડાપ્રધાન વોલોડાઇમિક જેલેંસ્કીએ ઇરાનથી હુમલાને જવાબદાર લોકોને કડક સજાની માંગણી કરી છે. સાથે જ યુક્રેનના ઘટનામાં માર્યા ગયેલા લોકોને વળતર આપવાની માંગ કરી છે. જેલેંસ્કીએ ફેસબુક પર લખ્યું અમે આશા કરીએ છીએ કે ઇરાન ગુનેગારોને કોર્ટમાં સજા અપાવશે અને જલદી જ યાત્રીઓના મૃતદેહ સોંપશે.

જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે ઇરાનના હુમલામાં માર્યા ગયેલા દેશવાસીઓને કેનેડા શ્રંદ્ધાંજલી આપી રહ્યું છે. અમે ઇરાનથી આ મામલે તપાસ કરવા જલદી પૂરી કરવાની માંગ કરી રહ્યા છીએ। તેમણે કહ્યું કે અમારુ ધ્યાન તપાસની પારદર્શિતા અને જવાબદેહી પર લાગેલુ છે , અમે ઇચ્છીએ છીએ કે ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને ન્યાય મળે. આ કોઇપણ દેશ માટે મોટી ઘટના છે. અમે હાલ પણ દુનિયાભરમાં અમારા સહયોગીઓની સાથે કામ કરવાનું જારી રાખીશું. જેથી તપાસ કરી શકાય.

કેનેડા બાદ જર્મનીએ પણ ગુનેગારોને કડક સજા આપવાની માંગ કરી છે. જર્મનીના વિદેશ મંત્રી હાઇકો માસે કહ્યું કે ઇરાનને તેની ભૂલનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ હવે તેમણે આ ઘટના માટે જવાબદાર લોકોને જવાદારી નક્કી કરવી પડશે. આવી ભૂલ ફરીથી ન થાય તે માટે વિશેષ ધ્યાન રાખવું પડશે.

(3:20 pm IST)