Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના પૂર્વ વિધાન પરિષદના સભ્ય (એમએલસી) જાવેદ મિરચલએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

            પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના પૂર્વ વિધાન પરિષદના સભ્ય (એમએલસી) જાવેદ મિરચલએ  પાર્ટી નેતાઓના નિયકાસનના વિરોધમાં શનિવારના પીડીપીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું  આપી દીધુ. પીડીપીએ બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપ રાજયપાલની મુલાકાત કરનારી પાર્ટીના આઠ નેતાઓને નિષ્કાસિત કરી દીધા હતા.

            મિરચલએ અહીં જારી એક નિવેદનમાં કહ્યું કે એમણે પોતાના સહયોગીઓ ખાસ કરી રાજા મંજુર અહમદ અને પૂર્વ ધારાસભ્ય કર્નાહ જે વર્તમાન રાજનીતિક પરિસ્થિતીઓમાં થોડી મહત્વપૂર્ણ સાર્વજનીક માંગોને પુરી કરવા માટે રાજયપાલને મળ્યા હતા.

            મિરચલએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યા બાદ કહ્યું કે પીડીપી લોકોની આશાઓ પર ખરી ઉતરી નથી શકી અને પાર્ટીના જનાદેશ સાથે વિશ્વાસધાત કર્યો છે.

            મિરચલએ પોતાના રાજીનામામા કહ્યું ઉંડાણથી વિચાર કરવા અને પોતાના મતક્ષેત્રના લોકોની સહમતિ પછી નિર્ણય પર પહોંચ્યો છુ માટે પાર્ટીનો હિસ્સો   બનવું જોઇએ  જે લોકોના દુઃખ દૂર કરવા અસમર્થ છે.

            નિષ્કાસિત સભ્યોમાંથી થોડાએ ગુરુવારના વિદેશી રાજનયિકોના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. પીડીપી પ્રમુખ મહબૂબા મુફતી ઓગષ્ટ ર૦૧૯ થી અનુચ્છેદ ૩૭૦ દૂર થઇ ત્યારથી રાજનીતિક નેતાઓ સાથે નજરબંધ છે.

(12:00 am IST)