Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વામપંથી પર હુમલો, કહ્યું ઝૂઠનો સહારો લઇ જેએનયુમાં હિંસાનો માહોલ બનાવી રહ્યા છે.

            ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથએ કમ્યુનિષ્ટ સંગઠનો પર ઝૂઠનો સહારો લઇ આરોપ લગાવતા કહ્યું કે એમણે (વામપંથી) દિલ્લીની જવાહરલાલ નેહરુ વિશ્વ વિદ્યાલય (જેએનયુ) પરિસરમાં હિંસાનો માહોલ બનાવી દીધો છે. આદિત્યનાથ શનિવારના અહીં જીવાઇ એમસી મેદાનમાં સંશોધિત નાગરિકતા કાનૂનના સમર્થનમાં જનજાગરણ મંચ દ્વારા આયોજીત એક રેલીને સંબોધીત કરી રહ્યા હતા.

            જેએનયુ પરિસરની હાલની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં આદિત્યનાથએ કહ્યું ઝુઠનો સહારો લઇ વામપંથીઓએ હિંસક માહોલ બનાવ્યો પણ દિલ્લી પોલીસે ખુલાસો કરી દીધો અને બતાવ્યું કે પરીક્ષા પ્રક્રિયાને બાધિત કરવા માટે કેમ્પસમા હિંસા રચવામાં આવી હતી.

            ઉતરપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનજાગરણ અભિયાન ચલાવી દેશના લોકોને વાસ્તવિકતા બતાવવામા આવે જેથી વિપક્ષ દ્વારા પેદા કરવામાં આવતા ભ્રમ સીએએ અને જેએનયુની ઘટનો પણ દૂર કરવામાં આવી શકે.

(12:00 am IST)