Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ભારતીય અમેરિકન રાજકીય સલાહકાર ગૌતમ રાઘવનની વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પ્રેસિડેન્સિયલ પર્સોનલના વડા તરીકે નિમણુંક

પીપીઓ વ્હાઇટ હાઉસમાં કાર્ય કરનારાઓની નિમણૂક નક્કી કરતી સૌથી મહત્ત્વની ઓફિસ

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ જો બાઇડેને ભારતીય અમેરિકન રાજકીય સલાહકાર ગૌતમ રાઘવનને વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ પ્રેસિડેન્સિયલ પર્સોનલના વડા બનાવ્યા છે. વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્સિયલ પર્સોનલ ઓફિસ (પીપીઓ)એ ઓફિસ ઓફ પ્રેસિડેન્સિયલ પર્સોનલને લખ્યું છે કે વ્હાઇટ હાઉસ ઓફિસે નવી નિમણૂકોની ચકાસણી કરવાની હોય છે.પીપીઓ વ્હાઇટ હાઉસમાં કાર્ય કરનારાઓની નિમણૂક નક્કી કરતી સૌથી મહત્ત્વની ઓફિસ છે.

બિડેને રઘવનની નવા હોદ્દા પર નિમણૂક કરી હતી. હાલમાં તે પીપીઓ ડેપ્યુટી ડિરેક્ટર છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટર્સે કેથી રસેલને યુનિસેફના આગામી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીમવાની જાહેરાત કરતા તેમની આ નિમણૂક કરવામાં આવી છે. કેથી હાલમાં ડબલ્યુ એચ પીપીઓના હેડ છે.

કેથીની નેતાગીરી હેઠળ પીપીઓએ હાયરિંગની ઝડપ અને વૈવિધ્યતાના રેકોર્ડ તોડયા છે. તેની સાથે તે સતત સુનિશ્ચિત કર્યુ છે કે સંઘીય સરકાર અમેરિકાનું પ્રતિબિંબ પાડે અને અમેરિકન લોકો માટે કામ કરે, એમ બાઇડેને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હું તેનાથી આનંદિત છું કે કેથી સાથે પહેલા જ દિવસથી કામ કરનારા ગૌતમ રાઘવન પીપીઓના નવા ડિરેક્ટર થશે. આ અવિરત પરિવર્તનના લીધે અમે ફેડરલ વર્કફોર્સને વધારે કાર્યક્ષમ, અસરકારક, વિશ્વસનીય અને વૈવિધ્યસભર બનાવી શકીશું.

રાઘવન ભારતમાં જન્મેલા છે. તેમણે સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે. વે વેસ્ટ વિંગર્સ સ્ટોરીઝ ફ્રોમ ધ ડ્રીમ ચેઝર, ચેન્જ મેકર્સ, એન્ડ હોપ ક્રીયેટર્સ ઇનસાઇડ ધ ઓબામા વ્હાઇટ હાઉસના સંપાદક પણ છે. ૪૦ વર્ષના રાઘવન સમલૈિંગક છે અને પોતાના પતિ તથા પુત્રી સાથે વોશિંગ્ટનમાં રહે છે.

ગૌતમ રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. તે બાઇડેન અને હેરિસ વહીવટીતંત્રની ટ્રાન્ઝિશન ટીમના પહેલા ચૂંટાયેલા સભ્ય હતા. રાઘવને અમેરિકન પ્રતિનિધિ પ્રમિલા જયપાલીના ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ કાર્ય કર્યુ

(1:14 am IST)