Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

રસીકરણ ઝડપી બનતા ઓમીક્રોન વેરિઅન્ટની અસર ડેલ્ટા કરતા ઓછી હશે: નાણામંત્રાલય

કોવીડ પછી ઝડપથી ઉભરતા વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક ભારત

નવી દિલ્હી : નાણા મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટની દેશમાં આર્થિક અસર ઓછી થશે. પરંતુ જરૂરિયાત એ છે કે લોકો મહત્તમ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરે. તેમની માસિક આર્થિક સમીક્ષામાં નાણાં મંત્રાલયે કહ્યું કે ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક છે જે વર્ષ 2020-2021માં કોવિડ પછી ઝડપથી ઉભરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રસીકરણની ઝડપ વધવાને કારણે ઓમિક્રોન વેરિઅન્ટની અસર ડેલ્ટા કરતા ઓછી હશે

દેશની 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. રસીનો પ્રથમ ડોઝ પણ 86 ટકાથી વધુ વસ્તીને આપવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઓમિક્રોનના કારણે પડકારો વધી શકે છે, તેથી કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વેક્સીન ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે અને દેશે કોરોનાની બીજી લહેરથી પાઠ શીખ્યો છે અને હવે તે ભવિષ્યમાં કોવિડ-19 સંબંધિત આવા પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

(1:07 am IST)