Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

વીર સપૂત CDS બિપીન રાવતને અનોખી અંજલિ : દહેરાદૂનમાં 319 યુવાઓ બિપીન એકસાથે ઉભા થયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે આ યુવા ઓફિસરોની પરેડની સલામી ઝીલી

 

નવી દિલ્હી : ભારતે 8 ડીસેમ્બરે CDSબિપીન રાવતના રૂપમાં ભારતીય સેનાના એક જાબાઝ અધિકારીને ગુમાવ્યા.તેઓની ક્ષતિ કોઈં જ ભરપાઈ ના કરી શકે પરંતુ ભારતીય સેના કદી રોકાતી નથી, થાકતી નથી અને હમેશ આગળ વધતી રહે છે.સાથીઓના સર્વોચ્ચ બલિદાન થી જાબાઝની આંખો ભરાય જરૂર છે પરંતુ તેમના કદમ કોઈ પણ લક્ષ્‍ય હાંસિલ કર્યા વગર રોકાતા નથી.

ભલે, 8 ડિસેમ્બરે દેશે પોતાના વીર સપૂત CDS બિપીન રાવતને તમિલનાડુના કુન્નૂર હેલિકોપ્ટર અકસ્માતમાં ગુમાવ્યા. પરંતુ શનિવારનો દિવસ એવો રહ્યો કે.જ્યારે દેશને 319 નવા 'બિપીન'મળ્યા. એ જ જોશ અને ઉત્સાહ સાથે ભારતને વૈશ્વિક ફલક પર એક શક્તિશાળી રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત કરવાના દૃઢ નિર્ધાર સાથે.

IMA ના ગીત 'ભારત માતા, તેરી કસમ તેરે રક્ષક બનેગે હમ' પર કદમતાલ કરતા 319 કેડેટ્સ જ્યારે ડ્રીલ સ્કાય્ર પર પહોચ્યા તો દરેકનો 'જોશ હાઈ' હતો.ગર્વથી ફૂલેલી છાતી અને કદમથી મળતા કદમ દુશ્મનોને થથરાવવા પુરતા હતા. IMAની પાસિંગ આઉટ પરેડ પૂરી થતા જ આ 319 યુવાઓ ભારતીય સેના નો એક ભાગ બની ગયા. તેમની સાથે વિદેશી એવા 68 કેડેટ્સ પણ બેચમાં પાસ આઉટ થયા. રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે આ યુવા ઓફિસરોની પરેડની સલામી ઝીલી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે પાસિંગ આઉટ પરેડ સમયે જનરલ બિપીન રાવતને યાદ કર્યા.તેઓએ કહ્યું કે જનરલ બિપીન રાવત જેવા બહાદૂર અહીંથી જ તાલીમ લઈને ઓફિસર બન્યા હતા.આપનો ધ્વજ હંમેશા ઉંચો રહેશે,કારણકે,જનરલ રાવત જેવા નવયુવાન તેમના સન્માનની રક્ષા કરશે. પાસિંગ આઉટ પરેડમાં અફગાનિસ્તાન,ભૂતાન, માલદીવ, નેપાળ,વિયતનામ, શ્રીલંકા, મ્યાંમાર, તુર્કમેનિસ્તાન ,તાન્જાનીયાના વિદેશી કેડેટ્સ પર પણ રાહ્ત્રપતીએ ગર્વ વ્યક્ત કર્યો હતો

જનરલ રાવતને અસાધારણ સૈન્ય નેતા દર્શાવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કહ્યું કે,તેમના નિધનથી પડેલી ખોટને ભરપાઈ કરી શકાય તેમ નથી. જો આ અક્સમાત નાં થયો હોત તો આજે જનરલ રાવત આપની વચ્ચે પાસિંગ આઉટમાં ઉપસ્થિત રહ્યા હોત. જનરલ રાવતે દહેરાદૂનનાં IMAમાંથી જ ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓને સ્વોર્ડ ઓફ ઓનર થી સન્માનિત કરાયા હતા.

(12:43 am IST)