Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ વિંગ કમાન્ડર પૃથ્વી સિંહના અંતિમ સંસ્કાર : દીકરા-દીકરીએ સૌની આંખો ભીંજવી

9 વર્ષીય દીકરા અવિરાજે પિતાના પાર્થિવ દેહ પરથી કેપ ઉઠાવીને પહેરી લીધી:અવિરજની માતાએ કેપ 12 વર્ષની દીકરીને પહેરાવી : 12 વર્ષની દીકરી બોલી- પિતાની જેમ એરફોર્સમાં જોડાઈશ

તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ પૃથ્વીસિંહના શનિવારે તેમના તમિલનાડુના ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા અંતિમ સંસ્કારમાં શહીદના 9 વર્ષીય દીકરા અવિરાજ અને 12 વર્ષની દીકરી આરાધ્યાએ જે કર્યું તે જોઈને હાજર લોકોના કાળજે કરવત ફરી વળી હતી. દીકરા અવિરાજે પિતાના શબ પર રાખેલી કેપ ઉઠાવી લીધી અને પહેરી લીધી હતી અને પિતાને સલામી આપી. ત્યાર બાદ અવિરાજની માતાએ કેપ તેમની 12 વર્ષની દીકરી આરાધ્યાને પહેરાવી દીધી હતી. આરાધ્યાએ પણ કેપ પહેરીને પિતાને આખરી સલામી આપી. 

આવા ગંભીર પ્રસંગે પણ આરાધ્યાએ જે કહ્યું તે તો ખરેખર જાણવા જેવું હતું. આરાધ્યાએ કહ્યું કે હું મોટી થઈને પિતાની જેમ એરફોર્સમાં જોડાઈશ. પિતાને મુખાગ્નિ આપ્યા બાદ આરાધ્યાએ જણાવ્યું કે પિતા મારે માટે હીરો હતા અને હું તેમના પગલે ચાલવા માગુ છું. પિતા હમેંશા મને અભ્યાસમાં ધ્યાન આપવાની સલાહ આપતા. 

શહીદ પૃથ્વીસિંહની ઓળખ મોડી થઈ હોવાને કારણે તેમના અંતિમ સંસ્કારમાં વાર લાગી હતી. આજે સવારે તેમનો મૃતદેહ તેમના ગામ પહોંચાડાયો હતો. તેમના અંતિમ સંસ્કારમાં આખુ ગામ હીબકે ચડ્યું હતું. 

(11:56 pm IST)