Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

દેશમાં વેક્સિન મૂકવાના દરમાં ૮.૫ ટકાનો ઘટાડો

ઓમિક્રોનની એન્ટ્રી બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહાર : સરકાર પર ૧૮ વર્ષથી ઓછી વયના લોકો માટે વેક્સિન લોન્ચ કરવામાં વિલંબ માટે કોઈ નીતિ નહીં ઘડવાનો આરોપ

નવી દિલ્હી, તા.૧૧ : કોરોનાના નવા અને ખતરનાક મનાતા વેરિએન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થયા બાદ હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક હિન્દી ન્યૂઝ આર્ટિકલ શેર કરીને કહ્યુ હતુ કે, ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ કોરોના વેક્સીન મુકવાના રેટમાં ૮.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમણે કેન્દ્ર સરકાર પર ૧૮ વર્ષથી ઓછી  વયના લોકો માટે વેક્સીન માર્કેટમાં લોન્ચ કરવામાં વિલંબ તેમજ બૂસ્ટર ડોઝ માટે પણ કોઈ નીતિ નહીં ઘડવાનો આરોપ લગાવીને કહ્યુ હતુ કે, જે રેટથી અત્યારે વેક્સીન લગાવાઈ રહી છે

            તે જોતા ડિસેમ્બર સુધીમાં તમામને આ રસી નહીં મળે.મોદી સરકાર આ સંજોગોમાં કેવી રીતે કોરોનાથી કામ પાર પાડશે? સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, બૂસ્ટર ડોઝ માટે પણ કોઈ નીતિ નથી, ઓમિક્રોનનુ જિનોમ સિક્વન્સિંગ થઈ રહ્યુ નથી.મારો દેશ જવાબ માંગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે લોકસભામાં કહ્યુ હતુ કે, ૮૬ ટકા લોકોને કોરોના વેક્સીન લગાવી ચુકાઈ છે અને તેના જવાબમાં હવે કોંગ્રેસ દ્વારા ઉપરોક્ત નિવેદન આપવામાં આવ્યુ છે.જોકે માંડવિયાએ કહ્યુ હતુ કે, દેશમાં ૩૬ લેબ છે અને તેમાં જિનોમ સિક્વન્સિંગ થઈ શકે તેમ છે.આ કામગીરી પણ ચાલી રહી છે.

(7:28 pm IST)