Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

દેશના પ્રથમ સીડીઍસ જનરલ બિપીન રાવતજીનું નિધન ઍ દરેક ભારત પ્રેમી માટે મોટી ખોટ, આપણી પ્રગતિ કે ભારત અટકશે નહીં, પડકારોનો સામનો કરીશુઃ નરેન્દ્રભાઇ મોદી

તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનાના વિર જવાનોને વડાપ્રધાને શ્રદ્ધાંજલી અર્પી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુર પહોંચ્યા હતા. અહીંથી પીએમ મોદીએ તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ બહાદુર પુત્રોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ કહ્યું, દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતજીનું નિધન એ દરેક ભારત પ્રેમી માટે મોટી ખોટ છે.

પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્ર નિર્માતાઓ અને રાષ્ટ્ર રક્ષકોની આ ભૂમિ પરથી આજે હું દેશના તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેઓ 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત જીનું નિધન એ દરેક ભારત પ્રેમી માટે મોટી ખોટ છે. દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે જનરલ બિપિન રાવત જે મહેનત કરી રહ્યા હતા તેનો આખો દેશ સાક્ષી છે.

ભારત અટકશે નહીં પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, જનરલ બિપિન રાવત જ્યાં પણ હશે ત્યાંથી આવનારા દિવસોમાં ભારતને નવા સંકલ્પો સાથે આગળ વધતું જોશે. દેશની સરહદોની સુરક્ષા વધારવાનું કામ, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનું કામ ઝડપથી આગળ વધતું રહેશે. ભારત દુઃખમાં છે. પરંતુ પીડા સહન કર્યા પછી પણ, ન તો આપણે આપણી ગતિ રોકવાના છીએ કે ના આપણી પ્રગતિ. ભારત અટકશે નહીં. અમે દરેક પડકારનો સામનો કરીશું.

(4:19 pm IST)