Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઓનલાઈન ગેંબલિંગ પર અનેક રાજ્યોમાં રોક નહીં, અંકુશ લાગ્યા

પ્રતિબંધની ઉઠી માંગ : રાજસ્થાન, એમપી, છત્તીસગઠમાં ગાઈડલાઈન નહીં

 નવી દિલ્હીઃ ઈન્ટરનેટ પર ઓનલાઈન ગેમ્સની આડમાં ગેંબલિંગ વધી રહ્યું છે.  અરબો રૂપિયાનો વ્યાપાર કરનાર ગેંબલિંગ આધારિત ઓનલાઈન ગેમ્સ પર હવે દેશભરમાં નિયંત્રણ લગાવવાની માંગ ઉઠવા લાગી છે. સંસદમાં શિયાળુ સત્ર દરમ્યાન સાંસદોએ તેને યુવાઓ અને બાળકોના જૂવનને બર્બાદકરનાર બતાવ્યું છે. ઓનલાઈન ગેંબલિંગ પર પ્રભાવી રોક લગાવવાની માંગ કરી છે. જો કે, કેન્દ્ર સરકારે આ પ્રકારના નિયમો બનાવવાની જવાબદારી રાજ્યોની જણાવીને એક તરફથી પોતાને અલગ કરી દીધા છે. જોવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અધિકાંશ રાજ્યોમાં ઓનલાઈન ગેંબલિંગને લઈને કોઈ ગાઈડલાઈન નથી. જો કે, કર્નાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ઓનલાઈન ગેંબલિંગને પ્રતિબંધિત કરવામાં આવ્યું જ્યારે સિક્કીમ અને નાગાલેન્ડમાં તેને કાયદેસર કરવામાં આવ્યું છે.

યુવાઓના બર્બાદ થઈ રહ્યા છે જીવન

રાજસ્થાન ભાજપ સાંસદ સુમેઘાનંદ સરસ્વતીને લોકસભામાં ચિંતા જાહેર કરતા ઓનલાઈન ગેંબલિંગને પ્રતિબંધિત કરવાને લઈને સરકારને સવાલ કર્યો. તેમણે કહ્યું કે, તેનાથી યુવાઓ અને બાળકોના જીવન બર્બાદ થઈ રહ્યા છે. ચૂરુના એક બાળકનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેના કારણે તેઓ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સુતા નથી. એવા હજારો બાળકો છે જેમના અભિભાવક પરેશાન છે.

જુગાર જેવું ખરાબ વ્યસન બની ગયું છે

સાંસદ સુશીલ મોદીએ રાજ્યસભામાં આ મામલો ઉઠાવતા કહ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ હવે જુગાર જેવી ખરાબ લત બની ચૂકી છે. સરકારે ઓનલાઈન ગેમિંગ પર યૂનિફોર્મ ટેકસ લાગૂ કરવો જોઈએ. તેને લઈને   વિસ્તૃત રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવવી જોઈએ.

(3:08 pm IST)