Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પ્રિયંકા ગોવામાં : પરંપરાગત નૃત્યમાં સ્થાનીક મહિલાઓ સાથે થયા સામેલ

પણજી : ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ચુંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગોવાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગોવાની સ્થાનિક આદીવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્યુ કર્યું હતું. આ ડાન્સનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. વિડીયોમાં કેટલીક મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રહી છે. દરમિયાન પ્રિયંકા તેમની સાથે નૃત્યમાં સામેલ થતા નજરે પડે છે. ગોવામાં કોંગ્રેસ સત્તામાં આવે તો મહિલાઓને નોકરીમાં ૩૦ ટકા આરક્ષણ દેવાની પણ પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી. તેમણે આપ ઉપર કટાક્ષ કરતા જણાવેલ કે બહારથી આવતી પાર્ટીઓથી ગોવાના લોકોને સાવધ રહેવા પણ જણાવેલ. તેમણે રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણ માટે આપને જવાબદાર ઠેરવી ટીકા કરી હતી.

(12:43 pm IST)