Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

તબ્લીગી જમાત પર સાઉદી અરબનું મોટું પગલું: ''આતંકવાદનું દ્વાર'' ગણાવીને મુકયો પ્રતિબંધ

રિયાધઃ સાઉદી અરબ સરકારે સુન્ની સંગઠ્ઠન તબ્લીગી જમાત પર મોટી કાર્યવાહી કરી છે સાઉદી અરબે પોતાના દેશમાં તબ્લીગી જમાતના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલું જ નહીં સરકારે એમ પણ કહ્યું છે કે આ સંગઠ્ઠન આતંકવાદના દરવાજાઓમાંનો એક છે. સરકારે કહ્યું કે મૌલાનાઓને આદેશ આપ્યો છે કે આ સંગઠ્ઠન સમાજ માટે જોખમ છે. અને મસ્જીદોમાં શુુક્રવારના ઉપદેશમાં લોકોને ચેતવણી આપવાની શરૂ કરી દો. સાઉદી સરકાર આ સમગ્ર બાબતને બહુ ગંભીરતાથી લઇ રહી છે. દેશના ઇસ્લામિક બાબતોના મંત્રાલયે આ અંગે એક પછી એક ઘણા ટ્વીટ કર્યા હોવાનું ન્યુઝ ૧૮ નોંધે છે.

એક ટ્વીટમાં કહેવાયું છે કે આ સંગઠ્ઠને લોકોને પોતાના માર્ગથી ભટકાવ્યા છે. અને તે એક ખતરાની ઘંટી છે. તે આતંકવાદના દરવાજાઓમાંનો એક છે. સરકારે ધાર્મિક ક્ષેત્રના લોકોનો પ્રજાનેએ સમજાવવા કહ્યું છે કે આ સંગઠ્ઠન કેવી રીતે સમાજ માટે ખતરારૂપ છે.

અત્રે ઉલ્લેખનિય છે. કે ભારતમાં આ સંગઠ્ઠન લગભગ ૧૯ર૬માં અસ્તિત્વમાં આવ્યું હતું. તબ્લીગી જમાત એક સુન્ની ઇસ્લામિક મીશનરી આંદોલન છે. આ સંગઠ્ઠન મુસલમાનોને સુન્ની ઇસ્લામમાં પાછા વાળવાનું અને ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરે છે તે એક બહુ જુનુ રૂઢીવાદી સંગઠ્ઠન છે અને હવે તેની પહોંચ વિશ્વના તમામ દેશોમાં થઇ ચૂકી છે.

તબ્લીગી જમાત સંગઠ્ઠન કેટલું મોટું છે તેનો અંદાજ એ વાતથી આવી શકે છે કે દુનિયાભરમાં તેના ૩પ થી ૪૦ કરોડ સભ્યો છે સાઉદી સરકારનું કહેવું છે કે આમ તો આ સંગઠ્ઠન દાવો કરે છે કે તેનું ધ્યાન ફકત ધર્મ પર છે. અને તે રાજકારણ અને દલાલબાજીથી દૂર રહે છે. પણ તેના એ દાવાઓ સંપૂર્ણ પણે ખોટા છે.

ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોના મહામારી દરમ્યાન લોકડાઉન વખતે કોરોના ગાઇડલાઇનનું પાલન ના કરવાના કારણે દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર દેશભરમાં તબ્લીગી જમાતની ટીકાઓ થઇ હતી. 

(12:41 pm IST)