Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

નવા કોરોનાનો બીજો કેસ દિલ્હીમાં સામે આવ્યો:દેશમાં કુલ આંકડો ૩૩ ઉપર પહોંચ્યો

ઝિમ્બાબ્વેના પ્રવાસીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો: ટ્રાવેલ હિસ્ટ્રીમાં સાઉથ આફ્રિકા પણ સામેલ

 નવી દિલ્હી :  કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો બીજો કેસ દિલ્હીમાં સામે આવ્યો છે. અહીં ઝિમ્બાબ્વેના પ્રવાસીનો જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રીમાં સાઉથ આફ્રિકા પણ સામેલ છે. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં 33 લોકો કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત થયા છે.

(12:05 pm IST)