Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

નવા વેરીયેંટથી ઝપટમાં ૫૮ ટકા યુવાઓ

અમેરિકાથી આવ્યો ચોંકાવનારો રિપોર્ટઃબુસ્ટર ડોઝ લઇ ચૂકેલા લોકો પણ સંક્રમિત

વોશીંગ્ટનઃ અમેરિકામાં ઓમીક્રોને લોકોની ચિંતા વધારી દીધી છે. અહીં વેકસીનના બંને ડોઝ અને બુસ્ટર ડોઝ લેવા લતાં લોકો કોરોનાના નવા વેરીયેંટથી સંક્રમિત થઇ રહ્યા છે. શુક્રવારે જાહેર થયેલ રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અત્યાર સુધીમાં મળેલ ઓમીક્રોનના ૪૩ કેસોમાંથી મોટા ભાગના ફુલ્લી વેકસીનેટેડ છે. જયારે બુસ્ટર ડોઝ લેનાર દર ત્રીજો વ્યકિત પણ કોરોનાના નવા વેરીયેંટ ઓમીક્રોનની ઝપટમાં આવી રહ્યો છે.

અમેરિકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)એ કહ્યું કે અત્યાર સુધીમાં અમેરિકામાં ૪૩ ઓમીક્રોનના કેસ આવ્યા છે. જેમાંથી ૩૪ લોકો ફુલ્લી વેકસીનેટેડ છે, જયારે ૧૪ લોકો તો બુસ્ટર ડોઝ પણ લઇ લીધા છે. તેમાં પણ પ લોકો એવા છે જેમણે ૧૪ અથવા તેનાથી ઓછા દિવસ પહેલા જ બુસ્ટર ડોઝ લીધા છે.

જો કે સંખ્યાના હિસાબે આ આંકડો નાનો દેખાય છે પણ ચિંતાની વાત એ છે કે હાલની કોરોના રસી કોરોનાના આ નવા અને વધુ સંક્રામક વેરીયેન્ટ સામે ઓછયા સુરક્ષા પ્રદાન કરતી દેખાઇ રહી છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં ઓમીક્રોનથી સંક્રમિત ૪૩માંથી ૨૫ દર્દીઓ ૧૮ થી ૩૯ વર્ષના છે, જયારે ૧૪ દર્દીઓએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે, ૬ લોકોને પહેલા પણ કોરોના થઇ ચૂકયો છે. જો કે રાહતની વાત એ છે કે મોટા ભાગના લોકોમાં બહુ ઓછા લક્ષણો છે. ઓમક્રોન પેશન્ટોમાં ઉંધરસ, થાક જેવા હળવા લક્ષણો છે. રિપોર્ટ અનુસાર, એક વ્યકિત બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ હતો જો કે તેનામાં કોરોનાના અગાઉંના વેરીયેન્ટ જેવા લક્ષણો બહુ ઓછા જોવા મળી રહ્યા છે. અમેરિકામાં ૧ ડીસેમ્બરે પહેલો ઓમીક્રોનનો કેસ આવ્્યો હતો. તે વ્યકિત દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો અને રસીના બંને ડોઝ તે લઇ ચૂકયો હતો.

અમેરિકામાં હજુ પણ નવા આવતા કેસોમાં ૯૯ ટકા કેસ ડેલ્ટાના છે

(11:19 am IST)