Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કોવિડ પોઝિટીવીટી લેવલ 5 ટકા સુધી પહોંચશે ત્યાં જિલ્લા કક્ષાએ નિયંત્રણો લદાશે:ICMR વડા

ઓમિક્રોન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને વૈશ્વિક સ્થિતિ પર નજર રાખવા માટે નિયમિત બેઠકોનું આયોજન

મુંબઈ :ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વડા બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોનાને લઈને વૈશ્વિક અને ભારતની કોવિડ ની સ્થિતિ પર બાજ નજર રાખવા માટે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં આગામી પરિસ્થિઓને લઈને તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યાં કોવિડ પોઝિટીવીટી સ્તર 5% સુધી પહોંચશે ત્યાં જિલ્લા સ્તરના નિયંત્રણો લાદવામાં આવશે.

બલરામ ભાર્ગવ, ડીજી, ICMR  જણાવે છે કે “ઓમિક્રોન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને વૈશ્વિક સ્થિતિ પર નજર રાખવા માટે નિયમિત બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ગભરાટ ન ફેલાવવા માટે થઈને અમને સહયોગની જરૂર છે. જ્યાં 5% થી વધુ પોઝિટિવિટી હોય ત્યાં જિલ્લા સ્તરના નિયંત્રણો લાગુ કરવામાં આવશે,” .

જ્યારે બીજી બાજુ નીતિ આયોગના સભ્ય-સ્વાસ્થ્ય ડૉ. વી.કે. પૉલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે માસ્કના વપરાશમાં ઘટાડા સામે ઓમિક્રોનના કેસોમાં થયેલા વધારાએ ચેતવણી આપી છે. પોતાના નિવેદનમાં વધુ જણાવતા તે કહે છે કે વિશ્વમાં વધતાં જતાં ઓમિક્રોનના દ્રશ્યો ઘણા ડિસ્ટર્બ કરે છે.

(12:00 am IST)