Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

મુંબઈમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ સામે આવતા ખળભળાટ તાન્ઝાનિયાથી પરત આવેલ ધારાવીનો રહેવાસી પોઝિટિવ

તાન્ઝાનિયાથી પરત આવેલા વ્યક્તિમાં નવા પ્રકારની પુષ્ટિ થઈ:સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વાયરસનો ખતરો પણ વધી રહ્યો છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોનાના ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. તાન્ઝાનિયાથી પરત આવેલા વ્યક્તિમાં નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. હાલ તે સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ છે. આ માહિતી BMC દ્વારા અપાઈ છે,મુંબઈનું ધારાવી ભૂતકાળમાં પણ કોરોનાનું હોટસ્પોટ રહ્યું છે. ફરી એકવાર નવું વેરિઅન્ટ મળવાથી ચિંતા વધી છે.

મુંબઈમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. 49 વર્ષીય વ્યક્તિ 4 ડિસેમ્બરે તાન્ઝાનિયાથી મુંબઈ પરત ફર્યો હતો. આ વ્યક્તિ ધારાવી વિસ્તારનો રહેવાસી છે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેને સારવાર માટે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેમના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાં ઓમિક્રોન વાયરસની પુષ્ટિ થઈ છે. જો કે તેમનામાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ વ્યક્તિ ધારાવીની એક મસ્જિદમાં મૌલાના છે. આશ્ચર્યની વાત એ છે કે મૌલાનાને હજુ સુધી કોરોનાની રસી લીધી નથી.

(12:00 am IST)