Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

કાશ્મીરના બાંદિપોરામાં પોલીસ ટીમ ઉપર આતંકી હુમલો : બે જવાન શહીદ

બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ નિશાન બનાવી

( સુરેશ એસ ડુગ્ગર દ્વારા ) જમ્મુ : આતંકવાદીઓ દ્વારા આજે સાંજે બાંદીપોરામાં પોલીસ પાર્ટી પર આત્મઘાતી હુમલામાં કાશ્મીર પોલીસના બે જવાનો શહીદ થયા છે આ અચાનક હુમલા બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે અન્ય કર્મચારીઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. દરમિયાન કાશ્મીર પોલીસે હવે તે વાહનો અને ઘરોને પણ જપ્ત કરવાનું શરૂ કર્યું છે જેનો આતંકવાદીઓ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે.

 અહેવાલો અનુસાર, બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ નિશાન બનાવી હતી. જેમાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓના આ હુમલામાં બે પોલીસકર્મીઓ ગોળી વાગી હતી  ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.તેની ઓળખ  મોહમ્મદ સુલતાન અને ફયાઝ અહેમદ તરીકે થઇ છે 

(12:00 am IST)