Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

પ્રિયંકા ગાંધીએ ગોવામાં આદિવાસી મહિલાઓ સાથે નૃત્ય કર્યું : નોકરીમાં 30 ટકા અનામતનું આપ્યું વચન

મોરપીરલા ગામની મુલાકાત લીધી : આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગોવાના મોરપીરલા ગામમાં આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય કર્યું અને કહ્યું કે જો તેમની સરકાર બનશે તો મહિલાઓને નોકરીઓમાં 30 ટકા અનામત આપવામાં આવશે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગોવાની મુલાકાત લીધી હતી. ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે,તે અતર્ગત તેઓ ગોવામાં મહિલા મતદારોને આકર્ષવા અને પાર્ટીની વોટ બેંકને મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે મહિલાઓ માટે નોકરીઓમાં 30 ટકા અનામતનું વચન આપ્યું હતું. પ્રિયંકા ગાંધીએ દક્ષિણ ગોવાના મોરપીરલા ગામમાં આદિવાસી મહિલાઓ સાથે પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું.

પ્રિયંકા ગાંધીએ તેમના દરિયાકાંઠાના રાજ્યના એક દિવસના પ્રવાસ દરમિયાન મોરપીરલા ગામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. તે મોરપીરલાની મજબૂત અને આત્મવિશ્વાસુ મહિલાઓ સાથે છે. આ મહિલાઓએ ગોવામાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આદિવાસી મહિલાઓના પરંપરાગત નૃત્યમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા.

(12:00 am IST)