Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

અમારી ઉપર મમતા બેનરજીના ભત્રીજા-અને સાંસદ અભિષેક બેનરજીએ હુમલો કરાવ્યો : કૈલાસ વિજય વર્ગીય

ગઇકાલની ઘટનામાં ટીએમસીના નેતાઓની ભુમિકાઃ મમતા બેનરજી સફેદ સાડી પહેરીને ખોટુ બોલે છે તેને ખોટુ બોલવામાં ગોલ્ડ મેડલ મળે

રાજકોટ તા. ૧૧ : ગઇકાલે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપના નેતા કૈલાસ વિજય વર્ગીય ઉપર હુમલો થતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ભાજપના નેતા કૈલાસ વિજય વર્ગીયઅ જણાવ્યું હતું કે અમારા ઉપર હુમલો થશે તેવી એક દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા દહેશત વ્યકત કરવામાં આવી હતી.

જેથી અમારી કાર સાથે પોલીસ કાફલો પણ પાયલોટીંગમાં હતો તેમ છતા અમારા કાર્યકરો અને અમારા ઉપર હુમલો થયો હતો.

કૈલાસ વિજય વર્ગીયએ વધુમાં જણાવ્યુ કે, મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીએ લોકોને ઉશ્કેરીને આ હુમલો કરાવ્યો છે તેણે ભડકાઉ ભાષણ કર્યુ હતું.

કૈલાસ વિજય વર્ગીયએ વધુમાં જણાવ્યુ કે, મમતા  બેનરજી સફેદ સાડી પહેરીને જુઠ્ઠુ બોલે છે તેને ખોટુ બોલવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળે તેમ છે.

મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી તથા ધારાસભ્યે ૧૦.૧૦ હજાર લોકો એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.

પોલીસની હાજરીમાં હિંમત પૂર્વક હુમલો કરીને કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું છે.

(3:58 pm IST)