Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

૨૪ કલાકમાં ૨૯૩૯૮ કેસઃ ૪૧૪ના મોત

કુલ કેસ ૯૭૯૬૭૭૦: મૃત્યુઆંક ૧૪૨૧૮૬: ૯૨૯૦૮૩૪ની રીકવરી

નવી દિલ્હી, તા. ૧૧ :. દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો થતા સર્વત્ર રાહત ઉભી થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૯૩૯૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૪૧૪ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ કેસની સંખ્યા ૯૭૯૬૭૭૦ની થઈ છે. તો મૃત્યુઆંક ૧૪૨૧૮૬ થયો છે. ૩૭૫૨૮ નવી રીકવરી સાથે કોરોનાને હરાવનારાઓની સંખ્યા ૯૨૯૦૮૩૪ થઈ છે.

નવા દર્દીઓ કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી એકટીવ કેસ સતત ઘટી રહ્યા છે. હાલ ૩.૬૨ લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

સૌથી વધુ એકટીવ કેસ મહારાષ્ટ્રમાં છે. એકટીવ કેસના મામલામાં દુનિયામાં ભારત ૯મા સ્થાને છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત વિશ્વનો બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. રીકવરી સૌથી વધુ ભારતમા થઈ છે. મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો ક્રમ છે.

દેશમાં કોરોના ટેસ્ટીંગનો આંકડો ૧૫ કરોડને પાર પહોંચી ગયો છે. સાથોસાથ પોઝીટીવીટી રેટ ઘટીને ૬.૪૭ થયો છે. ભારતમાં મૃત્યુદર ૧.૪૫ ટકા છે અને રીકવરી રેટ ૯૪.૬૬ ટકા છે. એકટીવ કેસ ૪ ટકાથી પણ ઓછા છે.

વિશ્વમાં ૭,૦૬,૮૧૦૦૦ નવા કેસ આવ્યા છે. જેમાં ૧૫.૮૭ લાખ લોકોના મોત થયા છે. ૪.૯૧ કરોડ સાજા થયા છે. ૧,૯૯,૬૪૦૦૦ લોકો હજુ પણ સંક્રમિત છે. દુનિયાભરમાં ૨૪ કલાકમાં ૬.૬૦ લાખ નવા કેસ સામે આવ્યા છે અને ૧૨૫૨૨ લોકોના મોત થયા છે.

(11:13 am IST)