Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

મોંઘવારીનો વધુ એક માર

એક વર્ષની ટોંચે પહોંચી પેટ્રોલની કિંમત

નવી દિલ્હી, તા.૧૧: પહેલા મંદી, બાદમાં મોંદ્યું શાકભાજી અને હવે મોંમાં પેટ્રોલ-ડીઝલ. દેશમાં વધી રહેલ મોંદ્યવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાંખી છે. હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વર્ષની ટોચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૫ રૂપિયા લિટર થઈ ગઈ છે અને ડીઝલ ૬૬.૦૪ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

પેટ્રોલની કિંમત એક વર્ષની ટોંચી પહોંચી ગઈ છે. આ પહેલા દિલ્હીમાં ૨૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ પેટ્રોલ ૭૫.૨૫ રૂપિયા પ્રતિ લિટર હતું. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ ૭૫, મુંબઈમાં ૮૦.૬૫, કોલકાતામાં ૭૭.૬૭ અને ચેન્નઈમાં ૭૭.૯૭ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

જયારે ડીઝલની વાત કરીએ તો ઇન્ડિન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં ડીઝલ, ૬૬.૦૪, મુંબઈમાં ૬૯.૨૭, કોલકાતમાં ૬૮.૪૫ અને ચેન્નઈમાં ૬૯.૮૧ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલ ૭૨ રૂપિયાની ઉપર અને ડીઝલ ૬૯ રૂપિયાની ઉપર વેચાઈ રહ્યું છે.(

(4:03 pm IST)