Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

એસસી/એસટીને અનામત ર૦૩૦ સુધી ચાલુ રખાશે એન્ગ્લો ઇન્ડીયનને 'અનામત' બાબતે શંકા-કુશંકા

નવી દિલ્હી, તા. ૧૧ : એસસી/એસટીને જાન્યુઆરી ર૦૩૦ સુધી અનામત રાખવા અંગેનો ૧ર૬મો બંધારણ સુધારા ખરડો ગઇકાલે લોકસભામાંથી પસાર થઇ ગયો છે, પણ તેમાં એન્ગ્લો ઇન્ડીયનને અનામત અંગે મૌન ધારણ કરાયું છે.

કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીએમસી, સીપીએમ સહિતના વિરોધ પક્ષો ઉપરાંત એનડીએના સાથીદાર પક્ષ અપના દળે એન્ગ્લો ઇન્ડીયન સમુદાયને અનામત સમાપ્ત કરવા બાબતે વિરોધી સૂર નોંધાવ્યા છે.

જોકે કાયદા પ્રધાન રવિશંકરે કહ્યું હતું કે ખરડામાં એન્ગ્લો ઇન્ડીયન્સ માટે અનામતની જોગવાઇ હતી, પણ સદનને એક દિવસ બોલાવીને તેમને અનામત આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ર૦૧૧ની વસ્તી ગણત્રી અનુસાર એન્ગ્લો ઇન્ડીયન સમુદાયમાં ર૯૬ સભ્યો હતા.

કોંગ્રેસના સાંસદ હીબી એડને પ્રસાદ પર આંકડાઓ બાબતે સંસદને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મૂકયો હતો અને આ સમુદાય માટે અનામત ચાલુ રાખવાની માગણી કરી હતી.

(1:04 pm IST)