Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પીએમ મોદીએ સ્વીકારી હાર: સારા પ્રદર્શન માટે કોંગ્રેસને આપ્યા અભિનંદન

તેલંગાણામાં પ્રચંડ બહુમત માટે કેસીઆરને શુભેચ્છા અને મિઝોરમમાં જીત માટે એમએનએફને અભિનંદન’

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ હારનો સ્વીકાર કર્યો હતો અને સારા પ્રદર્શન માટે કોંગ્રેસને અભિનંદન પાઠવ્યાં હતાં

 .વડાપ્રધાને જણાવ્યું હતું કે,’કોંગ્રેસને જીત માટે અભિનંદન. તેલંગાણામાં પ્રચંડ બહુમત માટે કેસીઆરને શુભેચ્છા અને મિઝોરમમાં જીત માટે એમએનએફને અભિનંદન’
નરેન્દ્રભાઈ  મોદીએ જણાવ્યું હતું કે,’અમે જનાધારનો વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. હું છત્તીસગઢ, એમપી અને રાજસ્થાનની જનતાને ધન્યવાદ આપું છું જેમણે રાજ્યની સેવા કરવાની તક આપી. આ રાજ્યોમાં ભાજપની સરકારે લોકોની ભલાઈ માટે તનતોડ મહેનત કરી છે.’
આ ઉપરાંત નરેન્દ્રભાઈ  મોદીએ જણાવ્યું હતું કે, ‘બીજેપીના કાર્યકર્તાઓએ ચૂંટણી માટે રાત દિવસ મહેનત કરી છે. હું તેમના કઠિન પરિશ્રમ માટે સલામ કરું છું. આજના પરિણામ દેશના વિકાસ અને લોકોની સેવા કરવાના અમારા અમારા સંકલ્પને આગળ વધારશે
.’અરુણ જેટલીએ કહ્યું હતું કે,’મને લાગે છે કે આ પરિણામ અમારી આશા મુજબ આવ્યાં નથી. આ તક છે કે થોભો અને વિશ્લેષણ કરો કે આવું શા માટે થયું? એમપી અને છત્તીસગઢમાં અમે પંદર વર્ષથી સરકારમાં હતાં અને અમે સારુ કામ કર્યું. મને નથી લાગતું કે સત્તા વિરોધી લગેર હોય પરંતુ લોકો સરકાર બદલવા ઈચ્છતાં હતાં.’ આ ઉપરાંત વસુંધરા રાજેએ કહ્યું હતું કે,’હું બીજેપી કાર્યકર્તા અને પ્રદેશ વાસીઓનો આભાર માનું છું. જેમણે અમારો સાથ આપ્યો
.આ ઉપરાંત બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેલંગાણામાં જીતવા માટે ટીઆરએસ અને કેસીઆરને શુભેચ્છા પાઠવી હતી.
6/6સારા પ્રદર્શન માટે રાહુલ ગાંધીની શુભેચ્છા
આ પહેલા ત્રણે રાજ્યોમાં સારા પ્રદર્શન માટે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનો અને ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,’મતભેદ દૂર કરીને અમે લોકો એક થઈ લડ્યાં. મારા માટે 2014ની ચૂંટણી મહત્વની હતી. તે ચૂંટણીમાંથી હું ખૂબ શીખ્યો છું. સરકાર બનતાં જ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. બીજેપીની વિચારધારા સામે લડશું. અમે કોઈને ભારતમુક્ત કરવા નથી ઈચ્છતાં’

(12:16 am IST)