Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સવર્ણોનું અપમાન અને એસસી-એસટી એક્ટમાં સંશોધનનો નિર્ણંય આત્મઘાતી :ભાજપ ધારાસભ્યે ગણાવ્યું હારનું કારણ

સર્વણોને બીજેપીના પરંપરાગત મતદાતા બતાવી પોતાના લોકોનો સાથ ન છોડવાની સુરેન્દ્ર સિંહે સલાહ આપી

લખનૌ :પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ઝટકા સમાન છે. આ પરાજય પર પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશના બીજેપી વિધાયક સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે હારનું કારણ સર્વણોનું અપમાન છે.

  બલિયા જિલ્લાના બૈરિયા સીટના એમએલએ સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બીજેપી સર્વણોનું અપમાન કરીને જીતની સફર કરી શકતી નથી. એસસી-એસટી એક્ટમાં સંશોધનનો નિર્ણય આત્મઘાતી હતો. ચૂંટણીના પરિણામો અપેક્ષા પ્રમાણે રહ્યા છે.

  સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે બીજેપીને આ ચૂંટણીમાં જનતાએ આંશિક રુપથી શીખામણ આપી છે. જો પાર્ટી એસસી-એસટીને લઈને પોતાના નિર્ણય ફરી વિચાર ન કર્યો તો લોકસભા ચૂંટણી દરમિયાન પણ પાર્ટીએ નુકસાન ઉઠાવવું પડશે. બીજેપીએ સર્વણોને બીજેપીના પરંપરાગત મતદાતા બતાવતા પોતાનો લોકોનો સાથ ન છોડવાની સલાહ આપી હતી

(11:39 pm IST)