Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો :ત્રણ પોલીસકર્મીના મોત :એક ગંભીર

ઝેનપોરા ગામમાં પોલીસ કર્મચારીઓ લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા

શોપિયાં: જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીનાં મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ શોપિયાં જિલ્લામાં થયેલી આ ઘટનામાં આતંકવાદીઓ પોલીસનાં હથિયાર લઈને ભાગી છૂટ્યા હતા. 

અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ જિલ્લાના એક વિસ્તારમાં રહેતા લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા વધુ વિગતો આપતા જણાવ્યું કે, શોપિયાં જિલ્લાના ઝેનપોરા ગામમાં આ ઘટના ઘટી હતી. અહીં ચાર પોલીસ કર્મચારીઓ એક ગાર્ડ રૂમમાં બેઠા હતા. 

મૃતકોમાં અબ્દુલ મજીદ, મંઝુર અહેમદ અને મોહમ્મદ અમીનની ઓળખ થઈ ગઈ છે

 હુમલામાં ઘાયલ થયેલા ચોથા પોલીસ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓ આ પોલીસ કર્મચારી પર હુમલો કર્યા બાદ તેમના હથિયાર લઈને નાસી છુટ્યા હતા. જોકે, અહીં રહેતા લઘુમતી પરિવારો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. 

(10:22 pm IST)