Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

દેશમાં પરિવર્તનની આંધી ફૂંકાઈ :હવે કોંગ્રેસ પર મોટી જવાબદારી :રાહુલ ગાંધી

કોંગી કાર્યકર્તા,ખેડૂતો ,વેપારીઓ અને પ્રજાનો વિજય : તેલંગાણા અને મિઝોરમમાં અભિનંદન

નવી દિલ્હીઃ ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સફળતા પર બોલતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ વિજય કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિજય છે. હવે કોંગ્રેસ ઉપર મોટી જવાબદારી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે ભાજપને હરાવી છે. હવે આ રાજ્યોમાં અમારે જે વિઝન આપવાનું છે તે આપવું પડશે. 

રાહુલે જણાવ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ સખત મહેનત કરી છે, જેના કારણે અમને વિજય પ્રાપ્ત થયો છે. તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી જીતનારા પક્ષોને હું અભિનંદન પાઠવું છું. આ વિજય ખેડૂતો, વેપારીઓ અને પ્રજાનો છે. 

રાહુલે જણાવ્યું કે, દેશમાં અત્યારે પરિવર્તનની આંધી ફૂંકાઈ છે. રાહુલે જણાવ્યું કે, EVMનો સવાલ માત્ર ભારતમાં જ ઉઠાવાય છે એવું નથી, સમગ્ર વિશ્વમાં તેની સામે પ્રશ્નાર્થ છે. તેના પર ધ્યાન આપવાની જરૂર છે. 

(10:12 pm IST)