Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સંસદના શિયાળુ સત્રનો પ્રારંભઃ CBIથી લઇને રાફેલ સુધીના મામલે હંગામો થવાની વકી

પાંચ રાજ્યોના પરિણામો પર નિર્ભર રહેશે કાર્યવાહીનું ભવિષ્ય : રામ મંદિરનો મામલો પણ ઉઠશે

નવી દિલ્હી તા. ૧૧ : સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. સત્ર શરૂ થયા પહેલા પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો રામમંદિર અને ત્રિપલ તલાક પર છવાયેલા ગરમાવા પર બધાની નજર સરકાના ભવિષ્યના વલણ પણ ટકેલી છે.

સત્ર શરૂ થયા પહેલા જ વિપક્ષ સરકાર પર હુમલાવર છે. ભૂતપૂર્વ પીએમ અટલબિહારી વાજપેયી, સંસદીય કાર્ય મંત્રી અનંતકુમાર સહિત કેટલાક અન્ય દિવંગત સાંસદોને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ બંને સદનોની કાર્યવાહી દીવસભર માટે સ્થગિત થશે.

સત્ર એવા સમયે શરૂ થઇ રહ્યું છે. જ્યારે સરકાર પર સંઘ, વિહિપ અને રામ મંદિર નિર્માણ માટે તત્કાલ કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. બીજીબાજુ મંગળવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોના બહુપ્રતિક્ષિત પરિણામો આવશે.

આ ઉપરાંત ત્રિપલ તલાક પર પહેલેથી જ અધ્યાદેશ લાવી ચુકેલી મોદી સરકાર નરમ વલણ અપનાવાના મૂડમાં નથી. જ્યારે વિપક્ષ સરકાર દ્વારા બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા ઉપરાંત રાફેલ કરારની તપાસ માટે જેપીસી ગઠિત કરવાની માંગ કરીને તેના આક્રમક તેવરનો આભાસ કરાવી દીધો છે.

સત્રની કાર્યવાહી ચાલશે કે નહી તે આજે આવનારા પરિણામો પર નિર્ભર રહેશે. જે પરિણામ સત્તાધારી ભાજપના પ્રતિકૂળ આવે તો ચૂંટણી વર્ષની સાથે સાથે ઔપચારિક રૂપે આ સરકારના અંતિમ સત્રમાં વિપક્ષ હુમલો કરવાનો કોઇ મોકો છોડશે નહિ તેનાથી ઊંધુ સકારાત્મક પરિણામ આવવાથી વિપક્ષનું મનોબળ તૂટશે. વિપક્ષની બેઠકથી સપા - બસપા એ દુર રહીને પરિણામોની રાહ જોવાનું મન બનાવ્યું છે.

(10:00 am IST)