Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ડોલર વિરૂદ્ધ રૂપિયો મજબૂત થઇ ૬૪.૩૭ની સપાટી પર

રૂપિયો આ વર્ષે ૫.૩૮ ટકા મજબૂત થયો છે : ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી મૂડીરોકાણ કરાયું છે

મુંબઇ,તા. ૧૧ : ડોલરની સામે રૂપિયામાં આજે મજબુતી જોવા મળી હતી. કારોબારના અંતે ડોલરની સામે રૂપિયો ૦.૧૩ ટકા ઉછળીને ૬૪.૩૭ની સપાટી પર રહ્યો હતો. શુક્રવારના દિવસે ડોલરની સામે રૂપિયો ૬૪.૪૬ની  ઉંચી સપાટી પર રહ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં ૮.૨૧ અબજ ડોલરનુ રોકાણ કરવામાં આવ્યુ છે. જ્યારે વિદેશી રોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૨૨.૯૭ અબજ ડોલરનુ રોકાણ કરવામાં આવ્યુ છે. આ લેવાલીના અસર પણ જોવા મળી રહી છે. ડોલરની સામે રૂપિયામાં આ વર્ષે હજુ સુધી ૫.૩૮ ટકાનો ઉછાળો રહ્યો છે. શેરબજાર અને રૂપિયાના કારોબારમાં  એસ્ટ્રોન પેપર્સના આઈપીઓને લઇને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. ૧૫મી ડિસેમ્બરના દિવસે આ આઈપીઓ લોંચ થશે. એસ્ટ્રોન પેપર્સ બોર્ડ મિલ દ્વારા આઈપીઓલ લાવવામાં આવનાર છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૪૫ અને ૫૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ આઈપીઓમાં કંપનીના દરેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ૧૪૦૦૦૦૦૦ ઇક્વિટી શેરની ઓફરનો સમાવેશ થાય છે. એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ ક્રાફ્ટ પેપરનું નિર્માણ કરે છે. ગુજરાતના હળવદમાં મેન્યુફેક્ચરિંગ હબ ધરાવે છે. આ ઇશ્યુ ૨૦મી ડિસેમ્બરના દિવસે બંધ થનાર છે. આ ઉપરાંત અમેરિકામાં નવેમ્બર મહિનામાં ૨૨૮૦૦૦ નવી નોકરી ઉમેરાઈગઈ છે. શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૦૫ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો. નિફ્ટીમાં ૬૧ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો.

(7:49 pm IST)