Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સાંપ્રદાયિકતા ફેલાવાનું બંધ કરોઃ ચુંટણી જીતવા મનફાવે તેમ ના બોલો

શત્રુધ્નસિન્હાએ નામ લીધા વગર મોદી પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી તા. ૧૧ : ઇસ્લામાબાદ અને કોંગ્રેસ બાદ હવે ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાએ પણ વડાપ્રધાન મોદીની ગુજરાત ચુંટણીને પ્રભાવિત કરવામાં પાકિસ્તાનની ભૂમિકાના આરોપો માટે ટીકા કરી છે. સિન્હાએ વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર તેને આ માહોલમાં સાંપ્રદાયિકતા ફેલાવાનું બંધ કરે. ખરેખર વડાપ્રધાને ગુજરાતની એક ચુંટણી રેલીમાં સંબોધન કર્યું કે, રાજ્યમાં ભાજપને હરાવા માટે કોંગ્રેસ પાકિસ્તાનની સાથે સાંઠ-ગાંઠ કરી રહી છે.

સિન્હાએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવ્યા કે, ફકત ચુંટણી જીતવા માટે દરરોજ રાજનૈતિક પ્રતિદ્વંદ્વિઓ વિરૂધ્ધ અપુષ્ટ અને અવિશ્વસનીય વાર્તાઓ લઇને કેમ આવી રહ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, હવે પાકિસ્તાનના ઉચ્ચાયુકત અને જનરલોના નામ ઘુસાડવા અવિશ્વસનીય છે. જોકે સિન્હાએ ટ્વિટમાં વડાપ્રધાન મોદીનું નામ કયાંય લખ્યું નથી. ફકત સર લખીને સવાલ ઉઠાવ્યા છે જે પ્રત્યક્ષ રીતે વડાપ્રધાન મોદીની તરફ ઇશારો કરે છે.

(3:46 pm IST)