Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ચાણકય સર્વેઃ કોંગ્રેસના વિજયથી ફેલાયો ભ્રમઃ બાદમાં થઇ જોરદાર સ્પષ્ટતા

નવી દિલ્હી તા. ૧૧ : કેટલીય ચૂંટણીઓમાં લગભગ સટીક ભવિષ્યવાણી કરી ચૂકેલ સર્વે એજન્સી ચાણ્કય ટુડેઝના નામ પર ગુજરાતમાં ભ્રમની સ્થિતિ પેદા થઇ છે. કોંગ્રેસની ગુજરાત આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તાની તરફથી ટ્વીટ કરવામાં આવેલા એક સર્વેમાં કહ્યું હતું કે ગુજરાતમાં પહેલાં તબક્કાની સીટો પર થયેલ મતદાનમાં કોંગ્રેસ મોટા અંતરથી જીતી રહી છે. તેના પર ચાણકય ટુડેઝ એ ટ્વિટર એકાઉન્ટ પર આપત્ત્િ। વ્યકત કરી અને કહ્યું કે એવો કોઇ સર્વે તેમની તરફથી રજૂ કરાયો નથી. ભાજપાના સમર્થકોનું કહેવું છે કે કોંગ્રેસ ચાણકય ટુડેઝના નામ પર મતદારોને ભ્રમિત કરવાની કોશિષમાં હતી.

ત્યારબાદ રોહન એ એજન્સીને ટ્વિટર પર સ્પષ્ટતા આપતા લખ્યું કે ગુજરાત કોંગ્રેસ આઇટી સેલ એ પોર્ટ ચાણ્કય ઇન્ડિયા ડોટ ઇનની સાથે ઓનલાઇન પોલ કર્યો છે. તેનો ચાણકય ટુડેઝ સાથે કોઇ સંબંધ નથી. અસલમાં બંનેના નામથી ચાણકય હોવાના લીધે આ ભ્રમ ઉભો થયો હતો અને સોશ્યલ મીડિયા પર ચાણકય ટુડેઝના નામ પર જ લોકો આ સર્વેને શેર કરી રહ્યા હતા. ત્યારબાદ એજન્સીએ કહ્યું કે એવો કોઇ સર્વે તેમની તરફથી કરાયો નહોતો.

આ સિવાય ભ્રમનું એક કારણ એ પણ હતું કે કોંગ્રેસ નેતાની તરફથી શએર કરાયેલ આ સર્વેમાં દાવો કરાયો હતો કે સૌથી વિશ્વસનીય સર્વે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં ચાણકય ટુડેઝનો સર્વે લગભગ પરિણામની આસપાસ રહ્યો હતો. એવામાં આ સૌથી વિશ્વસનીય સર્વે કહેવાતા લોકો તેને ચાણ્કય ટુડેઝનો જ સર્વે માની રહ્યાં હતા.

(3:26 pm IST)