Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017


J&K: બારામુલામાં બે આતંકી ઠારઃ એકની ધરપકડ

સર્ચ ઓપરેશન ચાલુઃ એક સિવિલિયનનું મોત

શ્રીનગર તા. ૧૧ : જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના આતંકીઓની વિરૂદ્ઘ એકશન ચાલુ છે. સોમવારના રોજ વહેલી સવારે સેનાએક આતંકવાદીઓ પર ડબલ એટેક કર્યો છે. ઘાટીના બારામુલા અને હંદવાડામાં કુલ ૩ આંતકીઓને ઠાર કર્યા છે. બારામુલાથી એક આતંકીને જીવતો પકડ્યો છે. આ ઓપરેશન સેના અને CRPFની તરફથી સાથે મળીને કરાયું.

બારમુલાના હિંસુ વિસ્તારમાં એનકાઉન્ટર અડધી રાત્રે ૧૨.૩૦ વાગ્યે શરૂ થયું હતું. હવે ગોળીબાર પૂરો થઇ ગયો છે, પરંતુ સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP એસપી વૈદ્ય એ ટ્વીટ કરીને કહ્યું કે હંદવાડામાં ત્રણ પાકિસ્તાની આતંકીઓને ઠાર કરાયા છે. રાત્રે કડકડતી ઠંડીમાં તમામે આ ઓપરેશનને અંજામ આપ્યો.જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેહરા સેકટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, તેનો ભારતની તરફથી જડબાતોડ જવાબ અપાયો. સત્ત્।ાવાર સૂત્રોનું માનીએ તો ભારતીય પોસ્ટો પર પાક ફાયરિંગમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયા છે.

(12:35 pm IST)