Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મણીશંકર અય્યરના ઘરે ડિનર પાર્ટીમાં કોણ-કોણ હાજર રહ્યુ હતુ ? થયો ખુલાસો

આ બેઠકમાં પાકિસ્તાનના પુર્વ વિદેશ મંત્રી સહિત રાજદ્વારી કચેરીના અધિકારીઓ પણ સામેલ હતા

નવી દિલ્હી : મોદીએ ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ મુકયો છેઃ સુત્રોના જણાવ્યા પ્રમાણે એ બેઠકમાં ભારતીય સેનાના પુર્વ પ્રમુખ, પુર્વ વિદેશ સચિવ અને પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમિશનમાં કામ કરી ચુકેલા રાજદ્વારીઓ હાજર હતાઃ આ ડિનર બેઠક છઠ્ઠી ડિસેમ્બરે મણીશંકર અય્યરના ઘરે યોજાઇ હતીઃ પાકિસ્તાનના પુર્વ વિદેશ મંત્રી ખુરશીદ મહેમુદ ભારત આવ્યા હતાઃ આ બેઠકમાં પુર્વ વિદેશ મંત્રી નટવરસિંહ પણ હતાઃ આ બેઠકમાં પુર્વ રાજદ્વારીઓમાં સલમાન હૈદર, ટી.સી.એ. રાઘવન, શરત સભરવાલ, કે.શંકર બાજપાઇ અને ચિનમય ઘરેખાન પણ હાજર હતાઃ વાજપાઇ, રાઘવન અને સભરવાલ પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમિશનમાં સેવા આપતા હતાઃ આ બેઠકમાં મનમોહન અને હામીદ અંસારી પણ હાજર હતાઃ ઇન્ડિયન એકસપ્રેસે ડિનરમાં મોજુદ લોકોમાંથી અય્યર ઉપરાંત અન્ય ચારનો સંપર્ક કર્યો હતોઃ અય્યરે કહ્યુ હતુ કે, આ ગેટ ટુ ગેધર હતુઃ આ બેઠકમાં પુર્વ સેના અધ્યક્ષ દિપક કપુર પણ હાજર હતાઃ જો કે આ મીટીંગમાં ભારત-પાકિસ્તાન સિવાય કોઇ વાત થઇ ન હતીઃ કોંગ્રેસે કહ્યુ છે કે આવી કોઇ બેઠક મળી નથી પરંતુ યોજાઇ હતીઃ આખરે શા માટે પાકિસ્તાનમાં ઉચ્ચ હોદા પર બેઠેલા લોકો ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીમાં શા માટે નજર રાખી રહ્યા છે ? આવી બે ગુપ્ત બેઠકોનું હેતુ શું છે ?

(12:33 pm IST)