Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પોલિયોની જેમ ટીબી માટે પણ ડોર ટુ ડોર કેમ્પન શરૂ થશે

નવી દિલ્હી તા. ૧૧ :.. ઘેર-ઘેર પોલિયોની વેકિસન પહોંચાડીને એ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી છે એને કારણે ભારત પોલિયોમુકત બની શકયું છે. જો કે હવે કેન્દ્ર સરકારે ટીબી એટલે કે ક્ષય રોગની બાબતમાં પણ આવો જ રસ્તો અખત્યાર કરવાનું નકકી કર્યુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ર૦૩૦ સુધીમાં ટીબીમુકત થવાનો ટાર્ગેટ આપ્યો છે., પરંતુ ભારત ર૦રપ સુધીમાં આ લક્ષ્ય પાર પાડવાના આશયથી આગળ વધશે. ભારતમાં દર વર્ષે ર૮ લાખ ટીબીના નવા દરદીઓ પેદા થાય છે, પરંતુ માત્ર ૧૭ લાખ કેસ જ હેલ્થ મીનીસ્ટ્રી અને રાજયકક્ષાએ નોંધ પામે છે. એ માટે એકિટવ કેસ ફાઇન્ડિંગ પ્રોગ્રામ હાથ ધરાવાનો છે જેમાં ભારતના ૧૮૬ એવા હાઇ-રિસ્ક ઝોન ગણાતા જિલ્લાઓમાં ઘેર-ઘેર ફરીને ટીબીના દરદીઓની તપાસ કરવા માટે હેલ્થ વર્કર્સ નીકળશે.

(9:39 am IST)