Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કોરોનાના ૮૪૨ નવા કેસઃ ૬નાં મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૬,૬૪,૮૧૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૧૧: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે છનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૯.૭૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૬,૬૪,૮૧૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે, એમ મંત્રાલયે જણાવ્‍યું હતું.
દેશમાં અત્‍યાર સુધી ૫,૩૦,૫૨૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૨૧,૫૩૮ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૬૪૨ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧૨,૭૫૨એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૦૩ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૮ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૬૫,૪૮૬ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૯૦.૨૫ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૫૯ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૦૮ ટકા છે.દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૯,૭૭,૯૩,૨૭૮ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧,૩૮,૦૭૫ લોકોને રસી આપવામાં આવી હતી.

 

(3:34 pm IST)