Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

હિમાચલ પ્રદેશમાં પ્રચાર પડઘમ શાંત : કાલે મતદાન

૪૧૨ ઉમેદવારો પોતાની રાજકીય નસીબ અજમાવી રહ્યા છે : જેમાંથી ૨૪ મહિલાઓ પણ સામેલ છે : રાજયના ૫૫,૯૨,૮૨૮ મતદારો આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે

સીમલા તા. ૧૧ : હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ૧૨ નવેમ્બરે યોજાનારા મતદાન માટે છેલ્લા કેટલાક દિવસથી ધૂઆંધાર પ્રચાર ગુરુવાર સાંજે પાંચ વાગ્યે થંભી ગયો છે. હવે તમામ રાજયકીય પક્ષો અને પ્રચારકો તથા ઉમેદવારો ડોર ટૂ ડોર જઈને પ્રચાર કરી શકશે. રાજયમાં બહારથી આવેલા રાજકીય પાર્ટીઓના પ્રચારકો અને નેતાઓ સાંજ પાંચ વાગ્યાથી બહાર જતાં રહેશે.
આ ચૂંટણીમાં ૪૧૨ ઉમેદવારો પોતાની રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી ૨૪ મહિલાઓ પણ સામેલ છે. રાજયના ૫૫,૯૨,૮૨૮ મતદારો આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમાંથી ૬૭૫૫૯ સેવા મતદાતા, ૨૨ પ્રવાસી ભારતીય મતદારો, ૫૫૨૫૨૪૭ સામાન્ય મતદારો તથા ૩૮ થર્ડ જેન્ડર મતદારો સામેલ છે. રાજયમાં પુરુષોની અપેક્ષાએ મહિલા મતદારોની સંખ્યા વધારે છે. તેમાંથી ૨૭૩૭૮૪૫ મહિલાઓ, ૨૮૫૪૯૪૫ પુરુષ તથા ૩૮ થર્ડ જેન્ડર મતદાર છે. મતદાન માટે તે પ્રવાસી મતદારોને મૂળ પાસપોર્ટ બતાવાનો રહેશે, જે પાસપોર્ટ વિવરણ અનુસાર જનપ્રતિનિધિ અધિનિયમ અંતર્ગત મતદાર યાદીમાં સામેલ છે.
રાજય ચૂંટણી વિભાગે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે રાજયમાં ૭૮૮૧ મતદાન કેન્દ્રો બનાવ્યા છે. રાજયમાં ૧૫૭ મતદાન કેન્દ્ર મહિલાકર્મી સંચાલિત કરશે.

 

(12:04 pm IST)