Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કચ્‍છના ખાવડા ગ્રુપ ઉપર ઇન્‍કમટેક્‍સનું મેગા સર્ચ ઓપરેશન

વિધાનસભાની ચૂંટણી સમયે જ આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી : મીઠાઇ, રીયલ એસ્‍ટેટ બીઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર, રાજકોટ સહિત ૩૨ સ્‍થળોએ ૧૫૦થી વધુ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા.૧૧: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્‍યારે ગુજરાતના અનેક શહેરોમાં આઇટીના દરોડાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજ્‍યમાં ભૂજ, રાજકોટ, ગાંધીધામમાં આઇટીએ દરોડા પાડ્‍યા છે. આ દરોડા રિયલ એસ્‍ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્‍સ બ્રોકર પર પાડવામાં આવ્‍યા છે. આ દરોડામાં ૧૫૦થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામેલ થયા છે.

જાણવા મળતી વિગતો મુજબ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં રાજકોટ અને અમદાવાદની આવકવેરા વિભાગની ઇન્‍વેસ્‍ટીગેશન વીંગ દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. આવકવેરા વિભાગના ડીડીઆઇ શ્રી મીના અને શ્રી આશિષ લાલના માર્ગદર્શન તળે કચ્‍છના ખૂબ જાણીતા ખાવડા ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

મીઠાઇ, રીયલ એસ્‍ટેટ અને ફાઇનાન્‍સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના ૩૨ સ્‍થળોથી વધુ આવકવેરા વિભાગે આજે સવારે કાર્યવાહી હાથ ધરી છે.

આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્‍ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે આ સાથે ફાઇનાન્‍સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આઇટી દરોડામાં ભારે બેનામી સંપત્તિ મળી આવવાના અંધાણ છે. હાલ ૩૦થી વધુ સ્‍થળો પર આઇટીના દરોડા ચાલી રહ્યા છે. આઇટીના દરોડાના નિવાસ્‍થાન અને ઓફિસ પર ભારે તવાઇ આઇટી વિભાગે બોલાવી છે.  તમામ એકાઉન્‍ટની  સાથે ઘર ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે.

(3:33 pm IST)