Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ભાજપે ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા બે સૌથી ધનવાની ટિકિટ કાપી

૨૦૧૭માં કોંગ્રેસના ૧ અને ભાજપના ૨ ધારાસભ્‍યની સંપત્તિ સૌથી વધુ હતી : બોટાદ બેઠકના સુરેશ દલાલ અને વઢવાણમાં ધનજી પટેલને રિપીટ ન કર્યા

નવી દિલ્‍હી,તા. ૧૧ : ભાજપ દ્વારા ૧૬૦ બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમા અનેક વર્તમાન ધારાસભ્‍યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં બે એવા ધારાસભ્‍યોની ટિકિટ કપાઈ છે કે, જેઓ વર્ષ-૨૦૧૭ની ચૂંટણીના ભાજપના સૌથી ધનવાન ધારાસભ્‍ય તરીકે ચૂટાયાં હતા. બોટાદ બેઠકના ધારાસભ્‍ય સુરેશ દલાલની ટિકિટ કપાઈ છે જેમની ૨૦૧૭માં કુલ સંપતી રૂ.૧૨૩ કરોડ કરતાં વધુ હતુ જે કુલ ૧૮૨ ધારાસભ્‍યોમાં સૌથી વધુ આંક હતો. આ બેઠક પર ઘનશ્‍યામ વિરાણીને ટિકિટ અપાઈ છે. આ સિવાય સુરેન્‍દ્રનગરના વઢવાણ બેઠક પરથી ચૂંટાયેલા ધનજી પટેલની ટિકિટ કપાઈ છે જેમની સંપતી પણ રૂ.૧૧૩ કરોડથી વધુ હતી. આ બેઠક પર જીજ્ઞાબેન પંડયાને ટિકિટ આ આપી છે. આ સિવાય ૧૦૦ કરોડથી વધુ સંપતિમાં રાધનપુર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્‍ય રઘુ દેસાઈની ૧૧૫ કરોથી વધુ હતુ.

૨૦૧૭માં સૌથી ઓછી સંપતિ ધરાવતા ત્રણ ધારાસભ્‍યમાં ભાજપના બે ધારાસભ્‍ય હતાં જેમાં ગાંધીધામ (SC) બેઠક પરથી વિજેતા થયેલા માલતી મહેશ્વરીને રિપિટ કરાયાં છે, જેઓની કુલ સંપતિ રૂ.૧૭,૧૭,૦૯૮ હતી. ૧૮૨ ધારાસભ્‍યોમાં સૌથી ઓછી રૂ.૧૦.૨૫ લાખની સંપતિ વડગામના અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા થયેલા જીજ્ઞેશ મેવાણીની હતી. આ સિવાય ખેડાની મહેમદાવાદ બેઠક પરથી વિજેતા થયેલા અર્જુનસિંહ ચૌહાણની સંપતિ પણ રૂ.૧૨,૫૭,૬૪૭ જ હતી. આ બેઠક પર ઉમેદવાર હજુ જાહેર કર્યા નથી. 

ભાજપે ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા બે સૌથી ધનવાની ટિકિટ કાપી

૨૦૧૭માં કોંગ્રેસના ૧ અને ભાજપના ૨ ધારાસભ્‍યની સંપત્તિ સૌથી વધુ હતી

બોટાદ બેઠકના સુરેશ દલાલ અને વઢવાણમાં ધનજી પટેલને રિપીટ ન કર્યા

(10:37 am IST)