Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

૧૬૦ ઉમેદવારમાંથી ૪૦ થી વધુ ધો.૧૦ કે તેથી ઓછુ ભણેલા

આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ડોક્‍ટર, શિક્ષક, વકીલથી માંડી ઇજનેર સહિતના ઘણા ઉચ્‍ચ શિક્ષિત ઉમેદવારને ટીકિટ

નવી દિલ્‍હી,તા.૧૧: ભાજપે ૧૮૨ ઉમેદવારોમાંથી ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્‍યારે આ ૧૬૦ ઉમેદવારોનો અભ્‍યાસ-વ્‍યવસાય સહિતનો બાયોડેટા જોતા ૪૦થી વધુ ઉમેદવારો ધો.૧૦ કે તેથી ઓછુ ભણેલા છે.જો કે આ વખતે ભાજપે ડોક્‍ટર,શિક્ષકો,વકિલથી માંડી એન્‍જિનિયર સહિતના અનેક ઉચ્‍ચ શિક્ષિત ઉમેદવારોને પણ ટીકિટ આપી છે.

ભાજપે જાહેર પ્રથમ તબક્કાની અને બીજા તબક્કાની ચૂંટણીના કુલ ૧૮૨ વિધાનસભા મતવિસ્‍તાર-બેઠકોમાંથી હાલ ૧૬૦ બેઠકો પરના ઉમેદવારો જાહેર કર્યા છે.આ વખતની ચૂંટણી ભાજપે ઉચ્‍ચ શિક્ષિત ઉમેદવારોની સંખ્‍યામાં વધારો કર્યો છે.અનેક નવા ચહેરાઓ અને યુવાઓને ટીકિટ આપતા ભાજપે ડોક્‍ટર, શિક્ષક,વકિલ, એન્‍જિનિયર સહિતના અનેક ઉચ્‍ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોને   ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.ઉચ્‍ચ શિક્ષિત ઉપરાંત ભાજપ દ્વારા આ વખતે ઉમેદવારોની યાદી તૈયાર ખાસ એ પણ ધ્‍યાન રાખવામા આવ્‍યુ છે કે બંને તેટલા ઓછા ગુનાહીત કેસો ધરાવતા ઉમેદવારોને ટીકિટ આપવી.આ વખતના ઉમેદવારોમાં ખૂબ જ ઓછા કહી શકાય તેવા ઉમેદવારો સામે મોટા ગુન્‍હા નોંધાયેલા છે.૧૬૦માંથી ૧૫૨ ઉમેદવારોનો બાયોડેટા જોઈએ તો ૪૦ કેથી વધુ ધો.૧૦ કે તેથી ઓછુ ભણેલા છે.જેમાં મોટા ભાગના ધો.૧૦ સુધી ભણેલા છે જયારે કેટલાક ઉમેદવારો ધો.૪થી લઈને ધો.૮ કે ધો.૯ સુધીનો અભ્‍યાસ ધરાવે છે જો કે તેઓની સંખ્‍યા ઓછી છે. (૨૨.૬)

કેટલા ઉમેદવારોનો કેટલો અભ્‍યાસ

અભ્‍યાસ                 ઉમેદવાર સંખ્‍યા

ધો.૧૦ કે તેથી ઓછુ     ૪૦થી વધુ

ગ્રેજયુએટ કે તેથી વધુ   ૪૪

ડિગ્રી-ડિપ્‍લોમા એન્‍જિ.    ૧૪

પોસ્‍ટ ગ્રેજયુએટ કે તેથી વધુ    ૧૪

પીએચડી                ૦૨

(10:34 am IST)