Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સૌરાષ્ટ્ર ભાજપના કોળી નેતા અને સુ.નગર જિ. પંચા. સભ્ય છત્રસિંહ ઠાકોર ઉર્ફે પપ્પુભાઇ ભાજપમાંથી કોંગ્રેસમા જોડાયા: કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ ઠાકોરના હસ્તે ખેંચ ધારણ કર્યો: છત્રસિંહે કહ્યું કે ભાજપમાં અમને અન્યાય જ થયો છે. ચુવાળીયા કોળી સમાજનું વર્ચસ્વ ૧૧ સીટો ઉપર છે

તેમણે કહ્યું કે ભાજપમાં ૨૦ વર્ષ સુધી જોડાયેલા રહયા પણ ફક્ત વાતો અને વચનો જ મલ્યા છે. કોંગ્રેસ ટીકીટ આપે કે ન આપે,  અમે કોંગ્રેસને સાથ આપીશું. જગદીશ ઠાકોરે કહ્યું કે તેઓ ચૂંવાળીયા કોળી સમાજના મોટા અગ્રણી છે, છત્રસિંહભાઈની ટીમ આખી કોંગ્રસમાં હવે કામ કરશે, સાથે મળી ભાજપની ખોટી નિતીઓ સામે બરાબર લડત અપાશે: કોંગ્રેસ તમામ સમાજને ટિકિટમાં સ્થાન આપશે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે: જગદીશ ઠાકોર

(10:44 pm IST)