Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ટોયલેટના બે ફૂટની ઊંચાઈના નળ પર યુવાનની આત્મહત્યા

યુપીના કાસગંજ વિસ્તારના પોલીસ સ્ટેશનની ઘટના : શંકાસ્પદ મોત બાદ હવે યુપીમાં રાજકીય પક્ષો મેદાનમાં અખિલેશ-માયાવતીએ આ ઘટનામાં સવાલો ઊભા કર્યા

લખનૌ, તા.૧૧ : યુપીમાં કાસગંજ વિસ્તારમાં આવેલા એક પોલીસ મથકમાં ૨૨ વર્ષના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો હવે રાજકીય ઘમાસાણનુ સ્વરુપ લઈ રહ્યો છે. મામલામાં પોલીસનુ કહેવુ છે કે, અલતાફે ટોયલેટનો ઉપયોગ કરવા મંજૂરી માંગી હતી.થોડા સમય પછી પણ તે ટોયલેટમાંથી પાછો ના ફર્યો ત્યારે પોલીસ કર્મી તપાસ કરવા માટે ગયા હતા.તેણે પોતાના જેકેટના હુડ સાથે જોડાયેલી દોરીને ટોયલેટના નળ સાથે બાંધીને આપઘાત કર્યો હોય તેમ લાગી રહ્યુ છે. જોકે જે નળનો ઉલ્લેખ પોલીસ કરી રહી  છે તે જમીનથી માંત્ર બે ફૂટની ઉંચાઈએ છે અને મરનાર અલતાફની હાઈટ . ફૂટની છે. સંજોગોમાં કોઈ વ્યક્તિ કેવી રીતે ગળે ફાંસો ખાઈ શકે તે સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

અલતાફ ટાઈલ્સ લગાડવાનુ કામ કરતો હતો અને તે જે ઘરમાં કામ કરી રહ્યો હતો તે ઘરની એક સગીર વયની કિશોરી ગૂમ થઈ હતી.પરિવારજનોએ અલતાફ પર શંકા વ્યક્ત કરી હતી. પછી પોલીસ તેને પોલીસ મથકમાં લઈ આવી હતી અને બીજા દિવસે અલતાફના પરિવારજનોને તેના મોતની ખબર મળી હતી.

શરુઆતમાં તેના પિતાએ કહ્યુ હતુ કે,મારો પુત્ર ડિપ્રેશનમાં હતો અને તેણે ફાંસો ખાઈ લીધો હતો પણ હવે તેના પિતાનુ કહેવુ છે કે, મારા પર પોલીસે નિવેદન આપવા દબાણ કર્યુ હતુ.

શંકાસ્પદ મોત બાદ હવે યુપીમાં રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે.અખિલેશ યાદવ તેમજ માયાવતીએ ઘટનામાં સવાલો ઉભા કર્યા છે.ત્યારે ભાજપનુ કહેવુ છે કે, જે પણ ઘટના બની છે તેની તપાસ કરવામાં આવશે પણ અગાઉથી એક ચોક્કસ નિર્ણય પર આવીને વિપક્ષે અભિયાન  છેડી દીધુ છે.કારણકે એક મુસ્લિમ યુવકે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ઓવૈસીએ પણ મામલે ભાજપ તેમજ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધીને પ્રહારો કર્યા છે.

(7:20 pm IST)