Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ચાર દિવસથી તમિલનાડુમાં સતત ભારે વરસાદથી મોટી ખાના-ખરાબી : દરમ્યાન આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીથી ચિંતાની લાગણી

તમિલનાડુમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ છે.

છેલ્લા ૪ દિવસથી સતત ભારે વરસાદને લીધે ચેન્નાઇ સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે ત્યારે રાજ્યભરની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ચેન્નાઈ, થિરૂવલ્લુર, કલ્લાકુરીચી, સાલેમમાં વરસાદની આગાહી થઈ છે. વેલ્લોર, થીરુપટ્ટુર, રાનીપેટ, થીરુવન્નામલાઈમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે પુડુચેરીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:49 pm IST)