Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ચક્રવાતી તોફાન આજે તમિલનાડુના તટે ત્રાટકી શકે છે : ૯ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચેન્નાઇ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કહેર વચ્ચે નવી આફત : બંગાળની ખાડીમાં દક્ષિણી ભાગમાં બનેલા લો પ્રેશર પશ્ચિમ - ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી ગયું

ચેન્નાઇ તા. ૧૧ : બુધવારે રાત સુધી રાજયમાં વીજળીની ચમક સાથે ભારે વરસાદ થતો રહેલ. જેના કારણે ચેન્નાઈ, ચેંગલપેટ, તિરૂવલ્લૂર, કાંચીપૂરમ અને વિલ્લપુરમમાં અને જગ્યાએ પૂર જેવી સ્થિતિઓ બનેલી છે. વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા ૧૦ અને ૧૧ નવેમ્બરે સૌથી ભારે દિવસો ગણાવવામાં આવી રહ્યા હતા. જોકે આજના દિવસે રાજયમાં સ્થિતિઓ વધારે સારી થઈ શકે છે. વરસાદથી રાહત શુક્રવાર બાદ જ મળવાની આશા વ્યકત કરવામાં આવી છે.

હકિકતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશરના વિસ્તારના વાવાઝોડામાં ફેરફારના કારણે આગલા બે દિવસ દરમિયાન તમિલનાડુમાં વરસાદ ઓછો થવાના અણસાર નથી જોવા મળી રહ્યો. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણી ભાગમાં બનેલા લો પ્રેશર વિસ્તારમાં પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ દિશામાં વધી ગયું છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે ચક્રવાતી તોફાન આજે તમિલનાડુના તટ સુધી પહોંચી શકે છે. તોફાનને ધ્યાનમાં રાખીને ૯ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે.

આ દરમિયાન કોરપોરેશન કમિશ્નર ગગનદીપ સિંહ બેદીએ કહ્યું છે કે અમે ચેન્નાઈમાં આવનાર થોડાક દિવસમાં ૨૫૦ એમએમ વરસાદની શકયતા રાખી રહ્યા છીએ. અમે બચાવ કાર્ય માટે પગલા ભર્યા છે. સમગ્ર શહેરમાં પાણીના નિકાસી માટે ૪૯૨ મોટા મશીન પંપ લગાવવામાં આવ્યા છે. ત્યારે વરસાદના કારણે મરનારાની સંખ્યા ૧૨ થઈ ગઈ છે. સ્કૂલો કોલેજોમાં ૧૦ અને ૧૧ નવેમ્બરની રજા આપવામાં આવી છે. માટી સંખ્યામાં લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે.

હકિકતમાં ચેન્નાઈમાં ચોમાસુ ખાસ કરીને નોર્થ ઈસ્ટના મોનસૂન પર નિર્ભર કરે છે. શહેરમાં ઓકટોબરથી ડિસેમ્બરની વચ્ચે આ મોનસૂનના ચાલતા ખાસ કરીને વરસાદ થાય છે. મધ્ય ઓકટોબરથી શરૂ થનારા પૂર્વ હવા સામાન્ય રીતે ૧૦થી ૨૦ ઓકટોબરની વચ્ચે શરુ થાય છે. આને નોર્થ ઈસ્ટ મોનસૂન કહેવામાં આવે છે જે તમિલનાડુનું પ્રાથમિક મોનસૂન પણ છે. આ મોનસૂનના કારણે તમિલનાડુમાં પુરતો વરસાદ થાય છે. જો કે તમિલનાડુ ઉપરાંત અન્ય દક્ષિણ પશ્ચિમ મોનસૂન પર નિર્ભર હોય છે. જેની શરૂઆત મે, જૂન અને જૂલાઈ હોય છે.

(2:58 pm IST)