Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

પદ્મશ્રી મળ્યા બાદ પહેલવાન વીરેન્દ્રસિંહ ધરણા ઉપર બેસી ગયા

મુંગા- બહેરા ખેલાડીઓને પેરા એથ્લીટનો દરજજો આપોની માંગ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્દમીશ્રીથી સન્માન કરાયાના એક દિવસ પછી પહેલવાન વિરેન્દ્રસિંહ દિલ્લીના હરિયાણા ભવનની સામે ધરણા ઉપર બેસી ગયા હતા.

વિરેન્દ્ર મુંગા પહેલવાનના નામથી જાણીતા છે અને મુંગા તેમજ બહેરા ખેલાડીઓને પેરા એથ્લીટનો દરજજો આપવા માટે ધરણા ઉપર બેઠા છે. ડેફલિમ્પીકસ રમતોમાં વિરેન્દ્ર ત્રણ વખત ૨૦૦૫, ૨૦૧૩ અને ૨૦૧૭માં ગોલ્ડ મેડલ જીતી ચુકયા છે.

વિરેન્દ્રસિંહને પદ્દમશ્રી મળ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા તેમને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. જવાબમાં વિરેન્દ્રસિંહે લખ્યું કે મુખ્યમંત્રી શ્રી, જે તમારી નજરોમાં હું એક પેરા એથ્લીટ છું તો મને પેરા એથ્લીટની જેમ સન્માન અને અધિકારો કેમ મળ્યા નથી. છેલ્લા ચાર વર્ષથી હું માંગણી કરી રહ્યો છું, પરંતુ કોઈ ફાયદો થયો નથી. મેં આ મામલે વડાપ્રધાન શ્રી મોદી સાથે પણ વાત કરી હતી. જયાં સુધી પ્રદેશ, સરકાર અમને પેરાએથ્લીટનો બરાબરનો દરજજો નહી આપે ત્યાં સુધી ધરણા ચાલુ રાખીશ.

(12:44 pm IST)