Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મહિલાની સંમતિથી લેવાયેલા અસ્લીલ ફોટાઓ કે વિડીયોનો પણ દુરુપયોગ કરી શકાય નહીં : બળાત્કારના આરોપીના જામીન અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવ્યા

અલ્હાબાદ : તાજેતરમાં અલ્હાબાદ હાઇકોર્ટે બળાત્કારના આરોપીના જામીન ફગાવતા જણાવ્યું હતું કે મહિલાની સંમતિથી લેવાયેલા અસ્લીલ ફોટાઓ કે વિડીયોનો પણ દુરુપયોગ કરી શકાય નહીં. પીડિતા અને આરોપી વચ્ચેના સબંધો બગડતા આરોપીએ તેની અસ્લિલ તસવીરો અને વિડિઓ વાઇરલ કરી દેતા નામદાર કોર્ટે ઉપરોક્ત ટકોર કરી તેના જામીન નામંજૂર કર્યા હતા.

ન્યાયમૂર્તિ સૌરભ લાવણિયાની ડિવિઝન બેંચે એ બાબત પર ભાર મુક્યો  હતો કે આવા કિસ્સાઓમાં, માતાપિતા અને મૂળભૂત અધિકારોના રક્ષક હોવાના કારણે, કોર્ટ અસરગ્રસ્ત પીડિતોના અધિકારો અને ગૌરવની રક્ષા માટે આગળ આવશે, જે મોટે ભાગે મહિલાઓ છે.

આરોપીએ પીડિતાને બ્લેક મેલ કરીથી પરાણે ફરીથી સબંધ બાંધવા મજબુર કરવાનો પ્રયત્ન કર્યો છે.પીડીતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ  તેના અસ્લિલ ફોટા અને વિડિઓ વાઇરલ કરી દેવાનો દર બતાવી 2012 થી 2020 સુધી તેના ઉપર બળાત્કાર કર્યો હતો.જે પ્રથમ વખત  2012 ની સાલમાં લેવાયા હતા તેનો 8 વર્ષ સુધી દુરુપયોગ કર્યો હતો.

નામદાર કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા હતા.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)