Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કેરળમાં કોરોનાના ઘટતા કહેર વચ્ચે દેશમાં નવા 18.802 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 20.595 દર્દીઓ રિકવર થયા : વધુ 186 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.50.807 થયો :એક્ટીવ કેસ 2.22.279 થયા : કુલ કેસની સંખ્યા 3.39.71.078 થઇ

સૌથી વધુ કેરળમાં 10.691 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2294 કેસ, તામિલનાડુમાં 1329 કેસ, મિઝોરમમાં 1170 કેસ,પશ્ચિમ બંગાળમાં 760 કેસ,ઓરિસ્સામાં 652 કેસ, આંધ્રપ્રદેશમાં 624 કેસ , કર્ણાટકમાં 406 કેસ,આસામમાં 273 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 18.802 કેસ નોંધાયા છે. જ્યારે 20.595 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 18.802 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 186 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.50.807 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 18.802 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.39.71.078 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.22.279 થઇ છે છેલ્લા 24 કલાકમાં 20.595 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.32.84.897 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 10.691 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2294 કેસ, તામિલનાડુમાં 1329 કેસ, મિઝોરમમાં 1170 કેસ,પશ્ચિમ બંગાળમાં 760 કેસ, ઓરિસ્સામાં 652 કેસ, આંધ્રપ્રદેશમાં 624 કેસ,  કર્ણાટકમાં 406 કેસ,આસામમાં 273 કેસ નોંધાયા છે

(12:00 am IST)